Gujarat

રાજકોટ ગ્રામ્ય ટ્રાફિક પોલીસે  તગારા-પાવડા ઉપાડી રસ્તા પર ખાડા પૂર્યા,

ચોરડી ગામ નજીક નેશનલ હાઈવેના ગોળાઈમાં આવેલ મોત રૂપી ભયંકર ખાડા પૂર્યા,
રાજ્યભરમાં પાછલા ઘણા દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ ચોમાસામાં અત્યાર સુધીમાં વરસાદના કારણે મોટાભાગના શહેરોમાં પાલિકા અને નગરપાલિકાઓના કામની પોલ ખૂલી ગઈ છે.તેમજ હાઇવે ઓથરિટી નાં રોડ ઉપર મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેથી વાહનચાલકો તેમજ રાહદારીઓ માથે જીવનું જોખમ ટોળાઈ રહ્યું હોય ત્યારે રાજકોટ ગ્રામ્ય ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે.
રસ્તાઓ પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકોને ભાર હાલાકીને સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય ટ્રાફિક પોલીસ ખુદ લોકોને મદદરૂપ થવા માટે રસ્તા પરના ખાડા પૂરી રહી છે.
હકીકતમાં રાજકોટ ગ્રામ્ય ટ્રાફિક પોલીસે રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ ચોરડી ગામ નજીક ભયંકર ગોળાઈમાં રોડ પર ખાડા પડવાના કારણે અવારનવાર અકસ્માતોના બનાવ સામે આવતા રાજકોટ ગ્રામ્ય એસપી.જયપાલસિંહ રાઠોડની સુચના થી જિલ્લા ટ્રાફિક પીએસઆઇ બી.એન.ઝાલા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ પ્રતિકભાઇ દેવમુરારી તેમજ કોન્સ્ટેબલ રાજદીપભાઈ તથા મહેશભાઈ દ્વારા રોડની બાજુમાં પડેલ કપચીને જોઈ પાવડો લઈ રસ્તા પરના ખાડા પુર્યા હતા. જોથી લોકોને પડતી તકલીફ દૂર શકે.તેમજ ટ્રાફિકમાં કોઈપણ પ્રકારના અકસ્માતના સર્જાય તે માટે પુરાણનું કારી હાથ ધરેલું હતું આ કાર્યથી જિલ્લા ટ્રાફિક પોલીસ  કરેલ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી

IMG-20220712-WA0148__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *