મનન નામના બાળકની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢમાં મનન નામનો 15 વર્ષીય બાળક અચાનક ગુમ થયેલ હોય જેની શંકાને આધારે તળાવમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી
જો કે છેલ્લા ચાર દિવસથી તંત્ર ખડેપગે રહેલ હોય છેલ્લા ચાર દિવસથી મનનનો ગુમ થવા પાછળનો ભેદ ઉકેલવા માટે તંત્ર અર્થાત્ મહેનત કરી રહ્યું હતું ખાસ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આજે એન.ડી.આર.એફ. ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જૂનાગઢ શહેર મામલતદાર, એલ.સી. બી. પી.આઇ. તેમજ પોલસ સ્ટાફ અને મહાનગર પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થીત રહેલ. ખાસ જૂનાગઢના રાજકીય નેતાઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હોવાની વિગતો મળી રહી છે. એન. ડી. આર. એફ. દ્વારા હજુ ઓન શોધખોળ કરવા આવશે.
જો કે આ લખાય રહ્યું છે ત્યાં સુધી ચાર દિવસ વીત્યા બાદ પણ મનન નામ બાળકની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. જૂનાગઢની જનતામાં હજુ પણ આશાનું કિરણ જોવા મળી રહ્યું છે કે મનન કોય પણ સંજોગોમાં હેમખેમ ઘરે પરત ફરે. અને ખાસ ગોરક્ષનાથ આશ્રમના શેરનાથબાપુ દ્વારા પણ મનન નામનું બાળક હેમખેમ પરત ફરે તે માટે ગીરનારી મહારાજને પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

