રાજકોટ ખાતેથી પ્રસ્થાન થયેલી ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર યાત્રા ખોડલધામ થઈ ગાઠીલા આવી પહોંચી હતી જ્યાં ઉમાધામ ખાતે માં ઉમિયા ના દર્શન કરી આ યાત્રા માણાવદર આવી પહોંચી હતી ધારાસભ્ય લલિત કગથરા, ઋત્વિક મકવાણા, લલિત વસોયા સહિતના ધારાસભ્યો અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરાયા હતા માણાવદર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા આ યાત્રાના સુકાનીઓ તમામ ધારાસભ્યશ્રીઓ અને પ્રદેશના હોદ્દેદારોનું ફૂલહાર દ્વારા સન્માન કરાયું હતું આ યાત્રાનું ચોતરફ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે માણાવદર શહેરમાં પણ યાત્રાનું ભવ્ય ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


