દાહોદ
દાહોદ રેલ્વે સ્ટેશનના આરપીએપ જવાને યુવતીની બેગની તલાશી લેતાં ૩૨૨૦૦ રોકડા, તીજાેરીની છ ચાવી, બેન્કની પાસબુક અને માતાનું જનઆધાર કાર્ડ મળી આવ્યુ હતું. પ્રારંભિક પુછપરછમાં માતા-પિતા મારતા હોવાથી ભાગીને મુંબઇ જતી હોવાનું જણાવ્યુ હતું પરંતુ બાદમાં તેણે પ્રેમી વાળી સાચી હકિકત વર્ણવી હતી. આરપીએફ દ્વારા દાહોદ સ્ટેશન માસ્તર સત્યવીરસિંહ, દાહોદના ટીટી અબ્દુલનસીમની હાજરીમાં પીઆઇ બૈરાગીએ કિશોરીને ૧૮૧માંથી અવાલ કોન્સ્ટેબલ કમળાબેનને સોંપી હતી. કિશોરીને સખીવનસ્ટોપમાં મુકી દેવાઇ છે. તેના પરિવારને જાણ કરાતાં તેઓ દાહોદ આવવા રવાના થયા હતાં.કોટા તાલુકાના એક ગામની ૧૬ વર્ષિય કિશોરી ઘરેથી રૂપિયા લઇને પ્રેમી સાથે મુંબઇ ભાગી જવા રેલવે સ્ટેશને તો આવી હતી પરંતુ પ્રેમી ન આવતાં તે પાછી ન વળી એકલી જ ટ્રેનમાં બેસી ગઇ હતી. કિશોરી એકલી હોવાની જાણ થતાં ગોલ્ડન ટેમ્પલ મેલના ટીટીએ સ્ટેશન માસ્તર સત્યવીરસિંહને જાણ કરી હતી. ટ્રેન દાહોદ આવતાં એક્ટિવ બનેલા આરપીએફ પીઆઇ લીનેશબેન બૈરાગી, એએસઆઇ પુનારભાઇ સંગાડા અને જીઆરપીની મહિલા કોન્સ્ટેબલોએ કિશોરીને દાહોદ ઉતારી હતી.
