*ગુનાની વિગતઃ-*ગઇ તા.૨૬/૦૮/૨૦૨૧ ના આ કામના ફરીયાદી તથા સાહેદો સ્વાન કંપનીની કિયા ગાડી લઇને રાજુલા રેજન્સી હોટલે આવતા હતા તે દરમ્યાન કલાક ૨૦/૩૦ વાગ્યાના અરસામાં હિંડોરણા ગામે ધાતરવડી નદીના પુલ પાસે પહોચતા ત્રણ જણાએ મોઢે રૂમાલ બાંધી,માથે ટોપી પહેરી,હાથમાં લોખંડની પાઇપો લઇ આવી,ગાડીમાં આડેધડ પાઇપના ઘા મારી ફરીયાદીને માથાના ભાગે ઇજા કરી,નાસી જઇ ગુન્હો કરેલ હોય જે અંગે ફરીયાદી ધનંજયારેડી લેટઓબુલા કરના ઉ.વ.૫૭ રહે.રાજુલા રેજન્સી હોટલ મુળ બેંગલોરનાઓએ ફરીયાદ આપતા, અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૧૦૮૩૧/૨૦૨૧ આઇ.પી.સી. કલમ-૩૨૩,૩૨૪,૪૨૭,૧૨૦(બી),૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુનો રજી. થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ ત્તત્કાલીન પોલીસ ઇન્સપેકટર શ્રી આર.એમ.ઝાલા,રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા
સદરહું ગુન્હાની જીણવટભરી તપાસ કરતાં જણાઇ આવેલ કે,આ કામના આરોપીઓએ આગોતરા આયોજન મુજબ ગુન્હાહિત કાવતરૂ રચી ગુનાને અંજામ આપેલ જેમાં મુખ્ય આરોપી કનુભાઇ બાબુભાઇ લાખણોત્રાએ નરેશભાઇ અરજણભાઇ વાવડીયા તથા લક્ષ્મણભાઇ સાદુળભાઇ વાવડીયા તથા વાજસુરભાઇ વીરાભાઇ વાઘ તથા જીવણભાઇ સાદુળભાઇ વાવડીયાને મળી કહેલ કે ’’સ્વાન કંપનીના સાહેબો મારૂ તથા ચેતનભાઇ ભુવાનું કામ કરતા નથી અને અમારા મશીન કંપનીમાં કામે રાખતા નથી જેથી તેઓને મારવા પડશે’’ આવુ આરોપીઓએ અગાઉથી જ કાવતરૂ રચેલ તે પ્રમાણે આરોપી લક્ષ્મણભાઇ સાદુળભાઇ વાવડીયાએ રોડ ઉપર ટ્રાફીક થાય તે રીતે ટ્રેકટ્રરમાં આડા પતરા ભરી કંપનીના સાહેબની ગાડી નીકળે ત્યારે હિંડોરણા પુલ પર ધીમે ધીમે ચલાવીને સામેથી આવવાનું અને થોડું ટ્રાફીક થાય અને કંપનીના સાહેબની ગાડી ધીમી પડે ત્યારે જીવણભાઇ સાદુળભાઇ વાવડીયા, વાજસુરભાઇ વીરાભાઇ વાઘ તથા નરેશભાઇ અરજણભાઇ વાવડીયા એ ત્રણેય કંપનીના સાહેબને મારશે તેમ અગાઉથી જ કાવતરૂ રચેલ અને બનાવના દિવસે પ્લાન મુજબ ફરીયાદીની ગાડી નીકળેલ ત્યારે પોતાને કોઇ ઓળખી શકે નહીં તે માટે આરોપીઓએ પહેરેલ કપડા ઉપર બીજા કપડા પહેરી માથે ટોપી અને મોંઢે રૂમાલ બાંધી ગુન્હાને અંજામ આપેલ હતો.
આ કામે તપાસ દરમ્યાન આરોપીઓ (૧) જીવણભાઇ સાર્દુળભાઇ વાવડીયા રહે.હિંડોરણા તથા (૨) નરેશભાઇ અરજણભાઇ વાવડીયા રહે.કાગવદર તથા (૩) વાજસુરભાઇ વીરાભાઇ વાઘ રહે.રામપરા-૨ (૪) ચેતનભાઇ વાજસુરભાઇ ભુવા રહે.રાજુલા,સવીતાનગર (૫) કનુભાઇ બાબુભાઇ લાખણોત્રા રહે.બારપટોળી તા.રાજુલા વાળાઓને અટક કરેલ તેમજ (૬) જીવણભાઇ સાદુળભાઇ વાવડીયા રહે.હિંડોરણા તા.રાજુલા વાળો નાસતો ફરતો હતો.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર યાદવ સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત તથા શરીર સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે. ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ મિલ્કત/શરીર સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એમ.એ.દેસાઇ નાઓની રાહબરી હેઠળ રાજુલા સર્વેલન્સ સ્કોડના બી.એમ.વાળા,અનાર્મ હેડ કોન્સ. તથા બી.એચ.ચોવટીયા, અનાર્મ હેડ.કોન્સ તથા રાજુલા પોલીસ ટીમે નાસતા ફરતા આરોપીની માહિતી મેળવી હકિકત આધારે ઉપરોક્ત આરોપીને હિંડોરણા ચોકડીએથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીની વિગતઃ-*(૧) જીવણભાઇ સાદુળભાઇ વાવડીયા ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.હિંડોરણા તા.રાજુલા જિ.અમરેલી.
*પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ-*
(૧) રાજુલા પો.સ્ટે ફસ્ર્ટ ગુ.ર.નં.૦૫/૨૦૧૫ આઇપીસી કલમ ૩૦૨ વિ.મુજબ
(૨) રાજુલા પો.સ્ટે નો.કો.નં.૩૫/૨૦૨૦ આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૧૧૪૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ તથા UHC ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ.મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
રીપોટોર ભાવેશ વાઘેલા અમરેલી

