Gujarat

વંથલી નગરપાલિકા હાઈસ્કૂલમાં ધો.૧૨ ના વર્ગ ઘટાડાને લઈ આવનાર દિવસોમાં ઉપવાસ આંદોલનની ચીમકી……..  

જૂનાગઢ જિલ્લા R.D.A.M મહામંત્રી અજય વાણવી વર્ગ ફરી શરૂ કરવાની માંગ સાથે ઉપવાસ આંદોલન કરશે શરૂ ….
 વંથલી શહેર ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત નગરપાલિકા હાઈસ્કૂલ નું સંચાલન કરવામાં આવી રહ્યું છે.આ શાળામાં ગરીબ માં – બાપના અનેક દીકરા દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે.વંથલી તાલુકાના ૪૭ ગામ વચ્ચે ખુબ ઓછી શાળાઓ ચાલુ છે.જેમાંની આ એક નગરપાલિકા હાઈસ્કૂલ આ વિસ્તારમાં આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.
            હાલ આ શાળામાં વધુ પડતા દલિત સમાજ અને કચડાયેલા વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ શાળામાં આચાર્ય તરીકે આદમ ઈસુબ દિનમહમદે ચાર્જ સંભાળતા જ અનેક વિદ્યાર્થીઓના નામ કમી કરી નાખ્યા છે.આ આચાર્ય દ્વારા તધલખી અને મનધડત નિર્ણયો લઈ સંસ્થાને નુકશાન કરવાના એક માત્ર ઇરાદાથી કાર્ય પદ્ધતિ અમલમાં મૂકી રહ્યા હોય,તેને કારણે આચાર્ય દ્વારા વંથલી નગરપાલિકા કચેરીને સંબોધી પત્ર જા.નં ૫૨/૨૦૨૧/૨૨.તા.૨૩-૦૮-૨૦૨૧ ના રોજ લેખિતમાં ધો.૧૨ ના વર્ગ ઘટાડવાની માંગણી કરવામાં આવી હતી.પરંતુ આ માંગણી સમયે ધોરણ ૧૧ માં આશરે ૧૫૦ વિદ્યાર્થીઓની સંખ્યા હતી. જે આ વર્ષે ધોરણ ૧૨ માં તે જ શાળામાં અભ્યાસ કરવાના હતા.પરંતુ આચાર્ય દ્વારા ચાલુ વર્ષે ૨૭ જેટલા વિદ્યાર્થીઓને મન ધડક રીતે નામ કમી કરી સર્ટીઓ  આપી દેવામાં આવ્યા છે. આ બાબતને ધ્યાને લઈ જાગૃત નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા વિદ્યાર્થીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અમોને બળજબરીથી સર્ટિઓ આપી દેવામાં આવ્યા છે. આમાંના કેટલાક વિદ્યાર્થીઓના હાલ અન્ય શાળામાં એડમિશન પણ થયા નથી. અને કારકિર્દીના ઘડતરમાં મહત્વપૂર્ણ ગણી શકાય તેવો ધોરણ ૧૨ નો અભ્યાસ બગડી રહ્યો છે.તેને ધ્યાને લઇ ધોરણ ૧૨ નો વર્ગ ફરી શરૂ કરવામાં આવે અને તઘલખી અને  મનધડત નિર્ણય લેતા આચાર્યના બદલે પરિસ્થિતિને સમજી વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને રાખે તેવા આચાર્યની નિમણૂક થાય તેવી માંગ સાથે વંથલી તાલુકા દલિત સમાજના આગેવાન અને R.D.A.M જૂનાગઢ જિલ્લાના મહામંત્રી અજય વાણવી દ્વારા તારીખ ૦૯-૦૭-૨૦૨૨ સુધીમાં વિદ્યાર્થીઓના હિતમાં માંગણીઓ સંતોષવા કલેકટર સાહેબને લેખીત રજૂઆત કરાઇ છે.અન્યથા આવનાર દિવસોમાં વંથલી ખાતે આવેલ મેમણ પ્લાઝા ચોક માં પ્રતીક ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.હવે જોવું એ રહ્યું કે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં નિર્ણય આવે છે.કે પછી સર્વે શિક્ષા અભિયાન અને ભાર વગરના ભણતરની વાતો કરતી રાજ્ય સરકારના દાવા ફોકટ જાય છે.તે તો આવનાર દિવસોમાં જ  ખબર પડશે..
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *