Gujarat

રાજ્ય સરકારે બાગાયત ખેતીના પાસાઓને આવરી લેતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી

રાજ્ય સરકારે બાગાયત ખેતીના લગભગ બધા પાસાઓને આવરી લેતી કોમ્પ્રિહેંસી હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ યોજના અમલમાં મૂકી છે. જેમાં જે ખેડૂતો બાગાયત ખેતી કરવા માંગે છે એટલે કે બહુ વર્ષાયુ ફળઝાડનું વાવેતર કરવા ઈચ્છતા ખેડૂતોને પિયતના સાધનો, બાગાયત યાંત્રિકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કમ્પોસ્ટ યુનિટ અને પ્લાસ્ટિક આવરણ માટે સહાય આપવામાં આવશે.

    આ કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ તા.૩-૯-૨૦૨૨ સુધીમાં આઈ – ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ યોજનાઓ લાભ મેળવવાની પાત્રતા વગેરેની જાણકારી પણ આઈ-ખેડૂત પોર્ટલ પરથી મળી રહેશે.

    વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડૂતોને સહાય આપવાના કાર્યક્રમ હેઠળ કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર  ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજના વર્ષ ૨૦૨૨-૨૩માં નવી બાબત તરીકે મંજૂર થયેલ છે. આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને ઓછામાં ઓછા ૨ હેક્ટર અને મહત્તમ ૪ હેક્ટર સુધી લાભ મળવાપાત્ર છે. ઉપરાંત ખેતીલાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભાસદોને ઓછામાં ઓછી ૨ હેક્ટર તથા મહત્તમ ૫૦ સેક્ટર માટે માટે બહુ વર્ષાયું ફળઝાડ વાવેતર માટે સહાય આપવામાં આવશે. તથા પિયતના સાધનો, બાગાયત યાંત્રિકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે ઘટકોમાં સહાય મળવાપાત્ર રહેશે.

   આ યોજનાનો લાભ મેળવવા ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીના પ્રિન્ટઆઉટ સાથે ૭/૧૨, ૮- અ, હકપત્રક-નમૂના નં.૬,  અનુસૂચિત જાતિ-જનજાતિના કિસ્સામાં જાતિનો દાખલો, આધારકાર્ડ, બેંક પાસબુક પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી ક્વોટેશન, સાથે જમીન તથા પાણીના ચકાસણી નો રિપોર્ટ ઉપરાંત રજીસ્ટર ટ્રસ્ટ FPO, FPC, સહકારી મંડળીના સભાસદોના કિસ્સામાં રજીસ્ટ્રેશન, હેતુ, પ્રવૃત્તિઓ, બંધારણ, સભ્યો/સભાસદ વગેરેની લાગતા સાધનિક કાગળો તેમજ છેલ્લા ત્રણ વર્ષનો ઓડિટ રિપોર્ટ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુ કૃષિભવન, નિલમબાગ, જૂનાગઢ ખાતે રજૂ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *