Gujarat

રાણપુરના નાગનેશ ગામે આંગણવાડી કેન્દ્ર -૨ ખાતે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી…

આઈ.સી.ડી.એસ શાખા દ્વારા મહિનાના બીજા મંગળવાર બાળતુલા દિવસ અને બાલ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે જેમાં બાળકોના વજન અને ઉંચાઈ કરી આરોગ્યની સ્થિતિ જાણી તેમની શાખાની સેવા પુરી પાડવામાં આવે છે.જે અંતર્ગત બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના  નાગનેશ ગામે આંગણવાડી કેન્દ્ર નંબર ૨ ખાતે ગામની તમામ આંગણવાડી ના બાળકોને ભેગા કરી તેનો સમુહ માં વજન અને ઉંચાઈ કરવામાં આવ્યું.સાથે આ દિવસે જે બાળકોનો જન્મ દિવસ હોય તેમને પોષણ કેક બનાવીને જન્મ દિવસ ઊજવવામાં આવ્યો.આ કાર્યક્રમમાં  મહીલા અને બાળ વિકાસ યોજના કચેરી બોટાદથી બીનાબેન ખાચર ,NNM ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર વિકિભાઈ દુધરેજીયા ,ઘટક રાણપુર સીડીપીઓશ્રી રેહાનાબેન કાજી ,NNM બ્લોક કોર્ડીનેટર ધવલકુમાર સિંગલ , PSE નરગીસબાનું પરમાર,આંગણવાડી કાર્યકર બહેનો અને બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20221213-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *