બોટાદ જીલ્લાના રાણપુરમાં હેત વિદ્યાલય ના વિદ્યાર્થીઓએ વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપની ની મુલાકાત લીધી.હેત વિદ્યાલય માં અભ્યાસ કરતા બાળકોએ ટેક્ષપીન બેરીંગ ઈન્ડસ્ટ્રીઅલ મુલાકાત કરવામાં આવી હતી.જેમાં ધોરણ:૧૧ અને ધોરણ:૧૨ના વિદ્યાર્થીને પ્રેક્ટિકલ માહિતી સાથે કંપનીનુ સંચાલન કઈ રીતે કરવામા આવે છે.તેની માહિતી આપવામા આવી હતી.જુદા-જુદા વિભાગો જેવા પ્રોડકશન વિભાગ ,મેન્ટેનન્સ વિભાગ, ક્વાલિટી વિભાગ,સ્ટોરકિપિંગ, આસેમ્બલી વિભાગ વગેરે જેવા વિભાગની માહિતી ઉંડાણપૂર્વક આપવામાં આવી હતી.આ બદલ શાળા સંચાલક દ્વારા ટેક્ષપીન પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


