નિશાર્થ જ્વેલર્સ,અખંડ આનંદ ગૃપ અને ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી ને કાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીર ખાતે નિશાર્થ જ્વેલર્સ ના માલીક ચંન્દ્રેશભાઈ સોની,અખંડ આનંદ ગૃપ તથા રાણપુર શહેર તથા રાણપુર તાલુકા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.કેમ્પની શુભ શરૂઆત રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી સહીતના આગેવાનોએ દિપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરી હતી.દરેક સમાજના લોકોએ ભારે ઉત્સાહ સાથે રક્તદાન કરતા ૧૮૭ બોટલ રક્તની એકત્ર થઈ હતી.જેમાં નિશાર્થ જ્વેલર્સ વાળા ચંન્દ્રેશભાઈ સોની,અખંડ આનંદ ગૃપના પ્રવિણભાઈ,સોહીલભાઈ ખટાણા,મુકેશભાઈ,નિલેશભાઈ પરમાર તથા રાણપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ રવિભાઈ ધાધલ,રાણપુર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને યુવા આગેવાન વિશાલભાઈ પાટડીયા(હરી સોની)સહીતના લોકોએ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.દરેક સમાજના લોકોએ રક્તદાન કરતા એકત્ર થયેલ તમામ ૧૮૭ રક્તની બોટલ ભાવનગર બાંભણીયા બ્લડ બેંક ને અર્પણ કરવામાં આવી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

