સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કોમ્પિટિશનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે તેની પૂર્વ તૈયારી માટે આજરોજ આંબરડી હાઈસ્કૂલમાં ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં હોશભેર ભાગલે તે માટે આજે ક્વીઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓની એક લેખિત ટેસ્ટ લેવામાં આવી અને તેમાંથી કુલ ૯ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા આ નવ વિદ્યાર્થીઓની વચ્ચે કુલ ત્રણ રાઉન્ડમાં ક્વિઝ કોમ્પીટીશન યોજાય જેમાં સર્વશ્રેષ્ઠ ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી ચારિયાસાહેબ અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.


