Gujarat

રાણપુર તાલુકાના દેવળીયા ખાતે તા.૯ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

દેવળીયા કલ્સ્ટરમાં દેવળીયા, પાટણા,બરાનીયા, બોડીયા, નાગનેશ અને માલણપુર
ગામના નાગરિકો વિવિધ યોજનાકીય અને સેવાકીય લાભો માટે રજુઆત કરી શકશે
  બોટાદ જીલ્લાના રાણપુર મામલતદાર ની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગની યોજનાને લગતા વ્યકિતગત પ્રશ્નોના નિકાલ માટે રાણપુર તાલુકાના દેવળીયા પ્રાથમિક શાળા ખાતે તા.૦૯-૦૪-૨૦૨૨ ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
  આ કાર્યક્રમમાં નાગરિકો તરફથી આવક, જાતિ, નોન ક્રીમીલીયર પ્રમાણપત્ર, આધારકાર્ડની કામગીરી, રેશનકાર્ડની કામગીરી, વિધવા સહાય, વૃધ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય સહિતના સ્કીમ હેઠળના વ્યકિતગત લાભો માટેની અરજીઓ કરી શકશે.
  રાણપુર તાલુકાના દેવળીયા ગામ ખાતે યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમમાં દેવળીયા, પાટણા, બરાનીયા, બોડીયા, નાગનેશ અને માલણપુર ગામના નાગરિકો વિવિધ યોજનાકીય અને સેવાકીય લાભો માટે રજુઆત કરી શકશે ગામના નાગરીકો વિવિધ યોજનાકીય અને સેવાકીય રજુઆત કરી શકશે જેથી તા.૦૯/૦૪/૨૦૨૨ ના રોજ સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી યોજાનાર આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા જણાવવામાં આવે છે.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *