જામનગર નિવાસી પરમ વૈષ્ણવ શ્રી બકુલેશચંદ્ર ગોપાલદાસ નિમ્બાર્ક તથા તેમના ધર્મપત્ની કામાક્ષીબહેન નિમ્બાર્ક 6 ઓક્ટોબર 2021 ના રોજ જામનગર શહેરથી એક્ટીવા 58 સ્કૂટર GJ10DC 3158 પર ભારત ભ્રમણ યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું જે અંતર્ગત ચતુઃ વૈષ્ણવ સંપ્રદાય 52 દ્વારા પીઠ/ 52 શક્તિપઠ /દ્વાદશ જ્યોતિર્લિંગ ચાર ધામ વગેરે સ્થળો પર ફરી ભારતીય સંસ્કૃતિ ના સંદેશ લઇ તથા જનજાગૃતિ અભિયાન સાથે સમાજના ઉત્થાન માટે યાત્રા કરી જન-જન સુધી સમાજમાં ધાર્મિક સંદેશ પ્રસાર કરવાનો મુખ્ય હેતુ છે જે પતિ-પત્ની ઉત્તર ભારત યાત્રા પૂર્ણ કરી ગુજરાતમાં રાજકોટ ખાતે આગમન કરતા તેમનું ભવ્ય સ્વાગત તેમજ ગુરુ શ્રી હર્ષદરાય ગીરધરલાલ વૈષ્ણવની ગુરુવંદના પણ કરવામાં આવી હતી. તારીખ 04/04/2022 સોમવારના રોજ દર્શન પાર્ક, રૈયા રોડ, રાજકોટ ખાતે લક્ષ્મીદાસ દલપતરામ રામાવત અને રામાવત પરિવાર (જાયવા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના રામાનંદી સમાજ પ્રમુખ અવધેશ બાપુ અને અગ્રણીઓ પણ હાજરી આપી હતી તેમજ રામાનંદી નવનિર્માણ સેના ના પ્રમુખ નિખિલભાઇ નિમાવત અન્ય હોદ્દેદારો સાથે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સ્ટેજ સંચાલન સંદીપભાઈ નિમાવત એ કર્યું હતું. વૈષ્ણવ સાલીગ્રામ યુ-ટ્યૂબ ચેનલ ના જયેન્દ્રભાઈ નિમાવત સહીતનાઓ એ સમગ્ર કાર્યક્રમ માં સારી એવી જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


