Gujarat

રાધનપુર પંથકના ભકિતપ્રેમી રઘુવંશી યુવાનની ચિરવિદાય

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
  રાધનપુર પંથકના સુબાપુરા ગામના ખૂબ જ કર્મઠ, જાગૃત, ભકિતપ્રેમી,અનેક સત્કાર્યોના સહયોગી,નિષ્ઠાવાન કાર્યકર એવા વિનોદભાઈ હરીભાઇ ઠકકર (ગોકલાણી) નું તાજેતરમાં જ 50 વર્ષની નાની ઉંમરે દુખદ નિધન થતાં સુબાપુરા ગામ,રાધનપુર પંથક અને સમગ્ર રઘુવંશી લોહાણા સમાજમાં ઉંડા આઘાત અને દુખની લાગણી પ્રસરી છે.
   ખૂબ જ ભજનપ્રેમી એવા વિનોદભાઈ  સુબાપુરામાં કરિયાણાની દુકાન ધરાવતા હતા તેમજ ગામ અને પરગામ જઈ નિયમિત ભજનભાવ કરતા હતા.જે દિવસે તેમનું મૃત્યુ થયું ત્યારે પણ તેમના વતનના બાજુના ગામ સુલતાનપુરા ખાતે ચાલુ ભજનમાં નાચતાં નાચતાં જ હૃદયરોગનો હુમલો આવતાં તેમનું અવસાન થયું હતું.તેમના પિતા હરિભાઈ ઠકકર પણ સુબાપુરાના અગ્રણી તેમજ ઉત્સાહી ખેડૂત છે.સુબાપુરા ગામનાં તમામ ધાર્મિક  કામોમાં અગ્રેસર એવા વિનોદભાઈ મૂળ હારિજના હાલ પાલનપુર રહેતા હાલાણી હરગોવનભાઈની દીકરી લતાબેન સાથે પરણ્યા હતા અને તેમને પરિવારમાં દીકરી રાધિકા અને દીકરો ભવાનભાઈ એમ બે બાળકો છે.વિનોદભાઈના નિધનથી ગોકલાણી પરિવાર ઉપરાંત સમગ્ર રઘુવંશી લોહાણા સમાજને કયારેય ના પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે..

IMG-20220103-WA0650.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *