Gujarat

પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતિ ગુજરાત પ્રદેશ નો સન્માન સમારોહ નો કાર્યક્રમ ગીર સોમનાથ ના આણંદપરા ગામે યોજાયો

 ગિરગઢડા
   ભરત ગંગદેવ.
પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતી ના અધ્યક્ષ ની ઉપસ્થિતિ માં ભવ્ય કાર્યક્રમ જીલ્લા ટીમ ગીર સોમનાથ દ્વારા જિલ્લા પ્રમુખ દેવસી ભાઈ છાત્રોડીયા ના નિવાસ સ્થાને સન્માન સમારોહ નો ભવ્ય કાર્યક્રમ ની રાખવા માં આવ્યો. જેમાં પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતી ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ હર્ષદ બાંભણીયા એ આ
ગામના અભયભાઈ આર્મી મેન એ દેશ ખાતર પોતાની નોકરી ની ફરજ પુરી કરી પોતાના વતન પરત ઘરે આવતા ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતું. સાથે તેમનું અભિવાદન  સન્માન શિલ્ડ અને સન્માન પત્રક થી કરવામાં આવ્યું.
 પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતી ના ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ દેવસી ભાઈ છાત્રોડીયા ના પુત્ર દિવ્યેશ ભાઈ કે જેમણે આર્મી માં જોડાયા બાદ પહેલી વાર વતન આવતા તેમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવેલું અને સાથે તેમને સન્માન શિલ્ડ તેમજ સન્માન પત્રક આપી કરવામાં આવેલું.
આ પ્રસંગે પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતી ના અધિકારી,પદાઅધિકારી ઓનું પણ અધ્યક્ષ દ્વારા સન્માન કરવા માં આવ્યું હતું.જેમાં ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ દેવસી છાત્રોડીયા, ઉપ પ્રમુખ કિશોરભાઈ પટેલીયા,મહામંત્રી રાકેશભાઈ લૂકા તેમજ સુત્રાપાડા તાલુકા પ્રમુખ ગોપાલભાઈ, વેરાવળ તાલુકા પ્રમુખ,કોડીનાર તાલુકા પ્રમુખ,તાલાલા તાલુકા પ્રમુખ સહીત ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમને સમિતી ના અધ્યક્ષ હર્ષદ બાંભણીયા,ઉપ પ્રમુખ ભગવાન ભાઈ બાંભણીયા, મહામંત્રી અબ્દુલ ભાઈ કાદરી તેમજ કારોબારી સદસ્ય કનૈયાલાલ જાદવ,અરવિંદ ભાઈ બાંભણીયા,ધર્મેશ ચુડાસમા સહીત ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગીર સોમનાથ જિલ્લા ના તમામ તાલુકા ના પર્યાવરણ પ્રેમીઓ ની પણ ઉપસ્થિત માં લોકો ને પર્યાવરણ વિશે અને પર્યાવરણ ની જાણવણી કંઈ રીતે કરવી તેનું માર્ગ દર્શન આપ્યું હતું.

IMG-20220103-WA0666.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *