રાજકોટ
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિર્માણ પામનારા ત્રંબકેશ્વર મહાદેવ મંદિર અને આસપાસની જગ્યાઓ ખાતે થનારા વિકાસકાર્યો થકી આ જગ્યાનો યાત્રાધામ તરીકે વિકાસ થશે, ચાર વર્ષ અગાઉ પણ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કુલ રૂ.૨.૨૫ કરોડના ખર્ચે મંદિરની આસપાસ વિકાસકાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં ઘાટનું નિર્માણ સહિતના વિકાસકામો કરાયા હતા. હવે વધુ વિકાસ કામો થઈ રહ્યા છે. તેમાં ફેન્સીંગ, ટોયલેટ બ્લોક, ગૌશાળા સહિતનાં રીનોવેશનના વિકાસકામો કરવામાં આવશે. આ સ્થળે પાંડવો રોકાયા હોવાથી આ સ્થળનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે. આ સ્થળે નદીઓનો ત્રિવેણી સંગમ થતો હોવાથી, લોકો ધાર્મિક કાર્યો માટે પણ આવે છે. અને દર વર્ષે અહીંયા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.રાજકોટમાં ત્રંબા ખાતે યાત્રાધામ વિકાસના મંત્રી અરવિંદ રૈયાણીએ કસ્તુરબાધામ સ્થિત પૌરાણિક મંદિર ત્રંબકેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યુ હતું.જ્યાં તેમણે જણાવ્યું હતું કે, રૂ.૨ કરોડના ખર્ચે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનું ડેવલોપમેન્ટ થશે.


