Gujarat

લીલીયા મોટા ખાતે આયુષ્યમાંન કાર્ડ નું વિતરણ કરાયુ

લિલિયા મોટા ખાતે
માનનીય વડા પ્રધાન
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીસાહેબ ની વર્ચ્યુંઅલ પ્રેરક ઉપસ્થિતિમા ગુજરાતના તમામ તાલુકા ખાતે તારીખ 17/10/2022 ના રોજ બપોરના 03:00 કલાકે પીવીસી
આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું લીલીયા તાલુકામાં આ કાર્યક્રમ આઇ.ટી.આઇ મોટા લીલીયા ખાતે  યોજવામાં આવેલ  જેમાં
 આવેલ મહેમાનો નુ પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામા આવેલ  જેમાં લીલીયા મામલતદાર વાઢીયા સાહેબ તાલુકા વિકાસ અધિકારી હેતલ બેન કટારા અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન વિપુલભાઇ દુધાત,  ભનુભાઇ ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ.એ.સિધપુરા, વિજયભાઇ ગજેરા, ગૌતમભાઇ વિછીયા, હિતેશભાઇ પરમાર, તાલુકા સુપ.શ્રી એમ.એસ.માધડ, શ્રી કે.પી.જોષી, ડો.હિરેન સોલંકી,તાલુકા શિક્ષણ અધિકારી મકવાણા,તમામ ગામના સરપંચશ્રી, આરોગ્ય સ્ટાફ ,શિક્ષક ગણ, આગણવાડી વર્કર, આશા વર્કર બહેનો ઉપસ્થિત રહેલ  આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ  હાજર રહ્યા હતા. તેમા પી.વી.સી. કાર્ડ નું પ્રતિકાત્મક વિતરણ કુલ 5 ગામના સરપંચશ્રીને કરવામા આવ્યુ. સરકારશ્રીના કાર્યક્રમને લાઇવ એલ.સી.ડી. દ્રારા બતાવવામાં આવેલ કાર્યક્રમ માં આભારવિધી તાલુકા સુપરવાઇઝર  એમ.એસ.માધડ દ્રારા કરવામા આવેલ કાર્યક્રમ સંચાલન  ભરત વિંઝુડા દ્વારા કરવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *