Gujarat

લીલીયા મોટા ખાતે ગ્રામ સભા યોજાઈ 

ગત રોજ તા.૨૦/૬/ ૨૨ ના રોજ લીલીયા ગ્રામ પંચાયત કચેરી સામે નવ નિયુક્ત સરપંચ જીવન ભાઈ વોરા ના અધ્યક્ષ સ્થાને  ગ્રામ સભા યોજાઈ જેમાં ઈકબાલ સમાં દ્વારા રજુવાત કરતા જણાવેલ કે પાણી ની લાઈન છેલ્લા પંદર દિવસ થી ટૂટી ગઈ હોવા છતાં રજુવાત કરવા જતાં અરજદાર ને ઉડાવ જવાબ આપી દેવા માં આવેછે કે મજૂર નથી મળતા તેમ જ આ ગ્રામ સભા માં એહમદ અલી તેમજ ભીખાભાઈ રવજી ભાઈ બગડા દ્વારાપાણી ગટર આરોગ્ય ને લગતા પ્રશ્નો ની રજુવાત થઈ હતી સાથે સાથે એડવોકેટ સંજય બગડા દ્વારા વણકર સમાજ ની જમીન બાબતે ધારદાર રજુવાત કરવા માં આવી આ ગ્રામ સભા ગત તા.૧૭/૬/૨૨ ના રોજ લીલીયા ગ્રામ પંચાયત કચેરી એ કોઈ પણ વ્યક્તિ કે સભ્યો ને જાણ કર્યા વગર યોજવા ના પ્રયત્નો થયેલ જેમની જાણ આ વિસ્તાર ના યુવા સમાજ સેવક નીતિન ડુંગરિયા તેમજ સંજય બગડા એડવોકેટ ને થતા ગ્રામ પંચાયત ના કર્મચારી કોલમ પુરી કરવા માટે નીચે ઉભેલ રાહદારી ઓ ની સહી કરાવતા હોય ત્યારે આ લોકો દ્વારા એ વિડિઓ ઉતારી લેવા માં આવેલ આમ કરતા આમની જાણ લાગતા વળગતા ને પડતા તાત્કાલિક ગ્રામ સભા બંધ રાખેલ અને જે ગ્રામ સભા વિધિવત રીતે ૨૦/૬/૨૨ ના રોજ રાખવા માં આવેલ આ બને યુવાનો દ્વારા આ કલીપો સોશિયલ મીડિયા માં મુક્તા લાગતા વળગતા ને પગ નીચે રેલો આવિગયેલ અને આ બને યુવા નો ને લોકો દ્વારા અભિનંદન પણ આપવા મા આવેલ આ ગ્રામ સભા માં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુર બેરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અરજણ ભાઈ ધામત ઉપ સરપંચ વિજય શેખલીયા લીલીયા ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન ના પ્રતિનિધિ સંજય બગડા નીતિન ડુંગરિયા વૃદાવન સેવા ટ્રષ્ટ ના પ્રમુખ ઘનશ્યામ બારયા નીતિન ભાઈ ત્રિવેદી જીવરાજ ભાઈ પરમાર તેમજ મોટી સંખ્યા માં ગ્રામજનો તાલુકા પંચાયત ગ્રામ પંચાયત સદસ્યો તેમજ અધિકારી ગણ ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220620-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *