Gujarat

વંથલી નગરપાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો…….  

ઉપપ્રમુખ સહિત  વિપક્ષ ના સદસ્યો ચાલુ મીટીંગે વોકઆઉટ થયા…..
જૂનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકા અવાર-નવાર વિવાદોના વંટોળમાં સંકળાયેલી રહેતી હોય છે. સત્તા પરિવર્તન થી લઈ ભ્રષ્ટાચાર સહિત અનેક સવાલો ને લઇ ચર્ચામાં રહેતી વંથલી નગરપાલિકામાં ગઈકાલે જનરલ બોર્ડની મીટીંગ બોલાવવામાં આવી હતી.મીટીંગ દરમ્યાન વિપક્ષ દ્વારા આગળની જનરલ બોર્ડની કાર્યસુચિ ની નકલ મળ્યા પહેલા જ બીજી જનરલબોર્ડ શા માટે બોલાવવામાં આવી?? તેવા અનેક સવાલો સાથે વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.તો બીજી તરફ  પ્રમુખ ની ચેમ્બરમાંથી ઉપપ્રમુખની ખુરશી પણ નહી હોવાનો ખુદ ઉપપ્રમુખ દ્વારા જ આક્ષેપ કરી વિરોધ કરવામાં આવ્યો હતો.  ચાલુ મીટીંગ દરમિયાન જનરલબોર્ડ ને અમાન્ય ગણી વિરોધ સાથે વિપક્ષ ના ઉપપ્રમુખ સહિત તમામ સદસ્યોએ વોક-આઉટ કર્યું હતું.વંથલી નગરપાલિકા માં જનરલ બોર્ડના હોબાળાને લઈ વંથલી શહેર સહિત પંથકનું રાજકારણ ગરમાયું હતું.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220420_205251.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *