Gujarat

વંથલી નજીક પસાર થતી ઓઝત નદીના પુલ નીચેથી 60 વર્ષીય પુરુષની લાશ મળી આવી…. પોલીસ દ્વારા લાશનો કબજો લઈ પી.એમ માટે  સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી…      

જૂનાગઢ જિલ્લાના વંથલી શહેર નજીક થી પસાર થતી ઓઝત નદીના પુલ નીચે કોઈ અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાનું રસ્તા પરથી પસાર થતા રાહદારીને નજરે આવતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.ઓઝત નદી માંથી લાશ મળી હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા સ્થાનિક લોકો દોડી ગયા હતા.બાદમાં પોલીસ દ્વારા ઘટના સ્થળે જઇ સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી.ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરતા લાશ જૂનાગઢ ના રહેવાસી 60 વર્ષીય યોગેશભાઈ મહેતાની હોવાનું માલુમ પડયું હતું.બાદમાં મૃતક યોગેશભાઈ મહેતાના પરિવારજનોને જાણ કરી લાશને પી.એમ માટે વંથલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220909_210922.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *