JCI લુણાવાડા અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા મફત મેગા મેડિકલ કેમ્પનું આયોજન
તા. 11 સપ્ટેમ્બર 2022 રવિવાર ના રોજ સવારે 10 થી બપોરે 1:00 વાગ્યા સુધીના વિવિધ રોગના નિષ્ણાંત નિઃશુલ્ક સેવા આપશે
લુણાવાડા ખાતે 11 સપ્ટેમ્બર 2022 ને રવિવાર ના રોજ સવારે 10 થી બપોરે 1:00 વાગ્યા સુધી મફત મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પારુલ સેવાશ્રમ સુપર સ્પેશયાલીટી હોસ્પિટલ, વાઘોડિયા તેમજ JCI લુણાવાડાના સહયોગ અને અભિગમ થી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. કેમ્પમાં યોજાનાર વિવિધ સુવિધાઓ જેમ કે ફિઝિશિયન વિભાગ, સર્જરી, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક, આંખ, બાળરોગ, ચામડીના રોગ, કાન-નાક-ગળા, ટી.બિં ચેસ્ટ, મનોચિકિત્સક સહિતના રોગોના નિષ્ણાંત ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ હાજર રહેશે. ત્યારે યોજાનાર કેમ્પમાં હાજર લોકોને દાવાઓ અને મેડિકલ સલાહ સુચન મફત આપવામાં આવશે.
આયુષ્માન ભારત – માં કાર્ડ અંતર્ગત ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવશે.
ભાવેશ મુલાણી, ભરૂચ.
