Gujarat

વડતાલનો દિવ્ય શાકોત્સવની ઉજવણી કોરોનાના લીધે મુલત્વી રખાઈ

નડિયાદ
સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોષી પૂનમનું ઘણું મહત્વ છે. આગામી ૧૭મી જાન્યુઆરી સોમવારે આવતી પોષી પૂનમે ખેડા જિલ્લાના તીર્થધામ વડતાલમાં યોજાનારા દિવ્ય શાકોત્સવની ઉજવણીનું આયોજન મુલત્વી રખાયું છે. ત્રીજી લહેરને લઈ સમગ્ર જિલ્લામાં દૈનિક વધતાં જતાં કેસો તથા સંક્રમણને કારણે મંદિર પ્રશાસને તકેદારીના ભાગ રૂપે પગલા લીધા છે. વડતાલ મંદિરના સહાયક કોઠારી પૂ. શ્યામવલ્લભ સ્વામીએ જણાવ્યુંપ હતું કે આવનારા સમયમાં સંક્રમણ પરિસ્થિતિમાં જાે સુધારો રહેશે તો આવતી મહા મહિનાની પૂનમે ૧૬ ફેબ્રુઆરીના રોજ શાકોત્સવ યોજાવાની સંભાવનાઓ છે. મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યુંબ હતું કે ૧૭મી જાન્યુઆરીને સોમવારે પોષી પૂનમ હોવાથી વડતાલ મંદિરમાં દેવદર્શને આવનારા ભાવિકોને કોરોનાની વર્તમાન સરકારી ગાઇડલાઇનનું પાલન કરવાનું ફરજિયાત રહેશે. દરેક હરિભક્તોએ વર્તમાન કોરોનાની પરિસ્થિતિ અનુસાર સરકારી માર્ગદર્શિકા મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. પૂનમના કાર્યક્રમો પણ નિયંત્રિત રહેશે અને નિજમંદિરમાં દેવદર્શન વેળાએ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ઉઠી છે. ખેડા જિલ્લામાં કોરોનાના દૈનિક કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ધાર્મિક ઉત્સવો પર પણ મંદિર પ્રશાસને સ્વૈચ્છિક રીતે આગળ આવી પાબંધી મૂકી છે. સ્વામિનારાયણ તીર્થધામ વડતાલમાં આગામી પોષી પૂનમે યોજાનારા શાકોત્સવની ઉજવણી કોરોનાના વધતાં જતાં સંક્રમણને કારણે મુલત્વી રાખવાનો ર્નિણય કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *