Gujarat

વડથલ ગામ ખાતે  ખેડા જિલ્લા અલ્પસંખ્યક મોરચા દ્વારા મન કી બાત પોગ્રામ નિહાળવામાં આવ્યો.

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના ના વડથલ ગામ ખાતે  ખેડા જિલ્લા અલ્પસંખ્યક મોરચા ઉપપ્રમુખ સિકંદર ખાન પઠાણના નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત પ્રોગ્રામ જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીર કાજી ના માર્ગદર્શન હેઠળ કરવા મા આવેલ. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી જેનુલ આબેદીન અન્સારી,ખેડા જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા, મહુધા સંગઠન પ્રમુખ નીલેશભાઈ પટેલ, ખેડા જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીરોદીન કાજી, ખેડા જિલ્લા ઉપપ્રમુખ સિકંદર ખાન, પ્રદેશ આમંત્રિત સભ્ય ઝમીર સૈયદ, પ્રદેશ આઈ. ટી ના અલ્તાફ બુખારી તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો,ભાઈઓ અને બહેનો એ હાજરી આપેલ. પ્રદેશ મહામંત્રી અન્સારી  તેમજ જીલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા સ તેમજ જીલ્લા પ્રભારી વજીર કાજી દ્વારા મુસ્લિમ સમાજ ને  સરકાર ની વિવિધ યોજના વિશે માહિતગાર કરાયા હતા જ્યારે આભાર વિધિ તાલુકા પ્રમુખ  નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

IMG-20220925-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *