રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
વાલ્લા ગામના મફતભાઈ અરજણભાઈ ભરવાડ તરફથી તેઓના પિતાશ્રી સ્વ.અરજણભાઈ કમાભાઈ ભરવાડની પુણ્યતિથિ નિમિત્તે પ્રાથમિક શાળા તથા આંગણવાડીના તમામ ૨૦૦ બાળકોને તિથિ ભોજન અપાયું.
તેમાં લાડુ,પૂરી,શાક,રમકડાં,દાળ અને ભાતનું સ્વાદિષ્ટ ભોજન બાળદેવો હોંશભેર ભરપેટ જમ્યા….!! !ઉપરાંત તેઓ તરફથી રૂ.૩૫,૪૦૦/ નું 4 HD ૪૨” નું સ્માર્ટ ટીવી પણ અર્પણ કરાયું છે.હાલના સમયે ઉપગ્રહ પ્રસારિત શૈક્ષણિક કાર્યક્રમ શિક્ષણને વેગવાન બનાવે છે.આધુનિક ટેકનોલોજીથી ભણતરનો ભાર પણ ઓછો થાય છે.
શાળાના બાળદેવોના લાભાર્થે ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટના સક્રિય પ્રયત્નો થકી મળેલ આ ભેટ તથા તિથિભોજન બદલ આચાર્ય જયપાલસિંહ ઝાલાએ દાતા નો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.


