Gujarat

વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ લાગી

વડોદરા
વડોદરા શહેરના અમદાવાદી પોળમાં રહેતા અને પૂર્વ મંત્રી યોગેશભાઇ પટેલ પોળમાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જ્યુબિલીબાગ સર્કલ પાસે પોતાની ઇનોવા કાર પાર્ક કરે છે. પણ તેઓએ પોતાની કાર જ્યુબિલીબાગ સર્કલ પાસે પાર્ક કરી હતી. જાહેર માર્ગ ઉપર જ્યુબિલીબાગ પાસે પાર્ક કરેલી કારમાં આગેલી આગના બનાવ અંગે ધારાસભ્ય યોગેશ પટેલના પી.એ. ગીરીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, યોગેશભાઇ પટેલની ઇનોવા કારમાં આગ ફાટી નીકળી હતી. સ્થાનિક વ્યક્તિએ આગના બનાવની જાણ ધારાસભ્ય યોગેશભાઇ પટેલને કરતા તુરંત જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ગણતરીની મિનીટોમાં પહોંચી ગયા હતા. અને કાર ઉપર પાણીમારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. આમ છતાં, આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે. કારમાં આગ લાગવાથી કાર બળીને ખાખ થઇ ગઇ છે. કારમાં કોઇ મહત્વના દસ્તાવેજ ન હતા. આ બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે. ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ કેવી રીતે લાગી તે અંગેની ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી. જાેકે, હાલના તબક્કે ડીઝલ કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે.વડોદરાના માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની જ્યુબિલી બાગ પાસે પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. કારમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જાેકે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી.

A-fire-broke-out-in-a-parked-car-at-night.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *