Gujarat

વડોદરાના રાત્રી બજારમાં અસામાજિક તત્વો દ્વારા તોફાન મચાવવામાં આવ્યું

વડોદરા
વડોદરામાં અસામાજિક તત્વો જાણે બેફામ બની ગયા હોય તેમ જાેવા મળી રહ્યું છે કમલાનગર તળાવની પાસે ચામુંડાનગરમાં રહેતો અને કારેલીબાગ રાત્રીબજારમાં ચા નાસ્તાનો સ્ટોલ ધરાવતો ૩૦ વર્ષીય આકાશ રાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, ચાર યુવકોએ મસ્કાબનનો ઓર્ડર આપ્યા બાદ મારા કર્મચારી સરતાજખાન પઠાણ પાસે ટેબલ ખુરશીની માંગણી કરી હતી. જેથી કર્મચારીએ બાજુની ખાલી રહેલી ખુરશી લઈ લો તેવું જણાવતાં યુવક ઉશ્કેરાઈ ગયો હતો. અને મારા કર્મચારીને અપશબ્દો બોલી ફોન કરતા અન્ય દસથી બાર જેટલા વ્યક્તિઓ તલવાર અને લોખંડની પાઇપ સાથે ધસી આવી કર્મચારીને ગડદાપાટુનો માર માર્યો હતો. આવતીકાલથી દુકાન બંધ કરી દેજે નહીં તો જાનથી મારી નાખીશું. આ દરમિયાન આસપાસના વેપારીઓએ હિંમત દાખવી તલવાર સાથે ધસી આવેલા યુવકને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય યુવકો નાસી છૂટયા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે હરણી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોડીરાત્રે રાત્રીબજારમાં હથિયારધારી ટોળાના પગલે દહેશતનો માહોલ ફેલાયો હતો.વડોદરાના કારેલીબાગ બજારમાં ટેબલ ખુરશી મુદ્દે ગ્રાહક સહિતના હથિયારધારી ટોળાએ તોફાન મચાવ્યું હતું. ટી સ્ટોલના કર્મચારીને ગડદાપાટુનો માર મારી આવતીકાલથી સ્ટોલ બંધ નહીં કરે તો સંચાલક અને કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીની ફરિયાદના આધારે હરણી પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *