Gujarat

વડોદરાની એમએસ યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં ૨૧ વિદ્યાર્થી પોઝીટીવ આવ્યા

વડોદરા
યુનિવર્સિટીની કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં અધ્યાપકો બિન શૈક્ષણિક કર્મચારીઓને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા સાતથી આઠ દિવસમાં જ જેટલા કેસો આવ્યા હોવાનું બહાર આવ્યું છે. નેકની પ્રી ઇન્સ્પેકશન બેઠકોના પગલે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આર્ટ્‌સ કોમર્સ સાયન્સ ફેકલ્ટીમાં અધ્યાપકોને એક રૂમમાં બેઠકો કરવામાં આવી રહી છે. જેને લઇને સંક્રમણ વધ્યાની શંકા છે. નેકની બેઠકો મોકુફ રાખવાની માગણી વધી રહી છે.વડોદરાની એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં આજે સવારથી કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બોયઝ હોસ્પેટલના કુલ ૧૨ હોલના ૧૪૧ વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરાવ્યા હતા. જેમાંથી ૨૧ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. જેને પગલે વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતિત થયા છે. આ ઉપરાંત એક સિક્યોરિટી ગાર્ડનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ બોયઝ હોસ્ટેલને સેનિટાઈઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઇકાલે ગર્લ્સ હોસ્ટેલની ૩૬ વિદ્યાર્થિનીઓ પોઝિટિવ આવી હતી અને આજે બીજા દિવસે બોયઝ હોસ્ટેલમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. વડોદરામાં પહેલીવાર ગુરુવારે એક જ દિવસમાં ૩૦૯૪ દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. એટલે કે એક કલાકમાં જ ૧૨૩ દર્દીઓ સરેરાશ શહેરમાં નવા ઉમેરાયા હતા. બીજી તરફ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૮૪ દર્દીઓને ડિસ્ચાર્જ પણ અપાયો હતો. જે પણ નવો રેકોર્ડ હતો. વડોદરામાં ગુરુવારે ૧૧૬૨૩ નમૂનાઓનું ટેસ્ટિંગ થયુ જેમાં નવા દર્દીઓ મળ્યા તેથી પોઝિટિવિટી રેટ ૨૬.૫એ પહોંચી ગયો હતો. સયાજી હોસ્પિટલમાં ગુરુવારે ૨૦૪ ટેસ્ટિંગ થયા હતા. જેમાંથી ૯૦ પોઝિટિવ આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં કોરોનાથી ૨ના મોત થતાં ત્રીજી લહેરમાં સત્તાવાર મોતની સંખ્યા ૪ થઇ છે.એમ.એસ.યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. ગુરુવારે ગર્લ્સ હોસ્ટેલની ૧૭૫ વિદ્યાર્થિનીઓના ટેસ્ટ કરવામાં આવતા ૩૬ વિદ્યાર્થિનીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં યુનિવર્સિટી કેમ્પસમાં બનેલા આઇસોલેશન હોલમાં રાખવામાં આવી છે. યુનિવર્સિટીના ચીફ વોર્ડન વિજય પરમારે જણાવ્યું હતું કે, આ તમામ વિદ્યાર્થીઓના પરિવારને ફોન કરીને જાણ કરાઇ છે. ગર્લ્સ હોસ્ટેલમાં ચાલી રહેલા કોરોના ટેસ્ટિંગની લાઈનો જાેઈને એચ.એમ હોલની વિદ્યાર્થીની ગભરાઈને બેહોશ થઈ ગઈ હતી. જાેકે, બાદમાં પ્રાથમિક સારવાર બાદ હોશમાં આવી ગઈ હતી. વિદ્યાર્થીનિનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હોસ્ટેલ સત્તાધીશોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ સવારે નાસ્તો ના કર્યો હોવાથી બેહોશ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *