Gujarat

વડોદરામાં મેચ પર સટ્ટો રમતા બે ઈસ્મની ૨૩ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ

વડોદરા
વડોદરા શહેર પીસીબી પોલીસ મથકના જવાનો ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આઈપીએલની મેચ દરમિયાન બુકીઓ તથા સટ્ટોડિયા ઉપર વોચ રાખી બેઠા હતા. આ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, મહાવીર ચાર રસ્તા પાસેની રોયલ રેસિડેન્સીમાં અબ્દુલકાદર હુસેની બસરાઈએ તાજેતરમાં ચાલી રહેલી આઈપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમવા માટે અંબર કોમ્પ્લેક્ષમાં રહેતા મુતુર્ઝા અકબર અત્તરવાલા પાસેથી આઈડી મેળવ્યું છે અને રાજસ્થાન રોયલ્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર અબ્દુલકાદર તથા મુતુર્ઝા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યા છે. જેના આધારે પોલીસે રોયલ રેસિડેન્સીમાં દરોડો પાડી અબ્દુલકાદરને ઝડપી પાડયો હતો. તેની પાસે રહેલા મોબાઈલની ચકાસણી કરતા આઈડી ઉપર ટીમનો ભાવ જણાવ્યો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાવ ૧.૫૪થી ૧.૫૫ તથા રાજસ્થાન રોયલનો ભાવ ૨.૮૨ થી ૨.૮૬ દર્શાવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીની કબૂલાતના આધારે પોલીસે મુતુર્ઝાને પણ ઝડપી પાડ્યો હતો. તેના મોબાઇલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાવ ૪.૦૫ થી ૪.૦૭ અને રાજસ્થાન રોયલનો ભાવ ૧.૨૭ થી ૧.૨૮ દર્શાવ્યો હતો. આ ઉપરાંત ઓવરના જુદા-જુદા ભાવ હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સટ્ટો રમવા માટે બંને આઇડી ઈરફાન સુલેમાન મિયા સિંધી (રહે. જમનાબાઇ હોસ્પિટલની પાછળ, વડોદરા) તથા બાલુ નામના વ્યક્તિ પાસેથી મેળવી હોવાની કબૂલાત કરી હતી. ઈરફાન સટ્ટાના હારજીતની રકમ માટે દર સોમવારે ન્યાય મંદિર ખાતે પહોંચે છે. જેથી પોલીસે આ બંને ઈસમોને વોન્ટેડ જાહેર કર્યાં છે.વડોદરા શહેર પીસીબી પોલીસે આઈપીએલની મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સને ઝડપી પાડ્યા છે અને આઈડી સંચાલક અને નાણાનું કલેક્શન કરનાર અન્ય બે શખ્સને વોન્ટેડ જાહેર કર્યાં છે. દરોડા દરમિયાન પોલીસે ક્રિકેટ મેચ સટ્ટાના મોબાઈલ સ્ક્રિન શોટ, બે મોબાઇલ તથા રોકડા મળીને કુલ ૨૩ હજારથી વધુની મત્તા કબજે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *