Gujarat

વલસાડ એસઓજીએ સોંપુ ગેંગનો શુટરને પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો

વલસાડ
વલસાડ એસઓજીની ટીમે ઝડપેલાં આરોપીનું નામ અભિષેક ઉર્ફે સોનુ કોળી છે. જે મૂળ પુનાનો રહેવાસી છે. આરોપીની પુછપરછ પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આ આરોપી લોરેન્સ બિશનોઈ ગેંગ જે સોંપૂ ગેંગ તરીકે કુખ્યાત છે. તેનો શૂટર હોવાનું જાણવા મળ્યું હતું. રાજસ્થાન ,મધ્યપ્રદેશ અને હરિયાણા, દિલ્હી, પંજાબ જેવા રાજ્યોમાં ખંડણી અને ફાયરિંગ કરવાના બનાવો અને મોટા ભાગના ક્રાઇમ કરતી હોય છે. આ ગેંગના મોટા માથા લોરેન્સ બિશનોઈ ,ગોલડી બ્રાર, કાલા રાણા ઉર્ફે વીરેન્દ્ર પ્રતાપ આ ત્રણે ભેગા મળી ગેંગ મોટી બનાવી છે અને ઝડપાયેલો આરોપી તેઓ માટે કામ કરતો હતો. હાલમાં લોરેન્સ બિશનોઈ તિહાડ જેલમાં છે. કાળા રાણા થાઈલેન્ડથી ઝડપાયો છે અને ગોલ્ડી બ્રાર કેનેડામાં રહી પોતાનું નેટવર્ક ચલાવે છે.આ તમામ આરોપીઓ વર્ચ્યુયલ કોલિંગ મારફતે ખંડણી મેળવવા ફાયરિંગ કરવાનું રેકેટ ચલાવી રહ્યા છે અને આ ગેંગ એ ઝડપાયેલા આરોપી અભિષેક નો ૪ ગુના માં ઉપયોગ કરેલો છે. આ આરોપી જુવેનાઇલ હતો ત્યાંથી જ બિશનોઈ ગેંગ સાથે જાેડાયો હતો આ આરોપીએ રાજસ્થાનમાં ભાજપના નેતા પાસે ખંડણી માંગવી અને અન્ય લોકો પાસે ખંડણી માગી ફાયરિંગ કરી પૈસા મળે એ હેતુ કમિશન પર કામ કરે છે. હાલમાં જ પુનામાં રાયોટિંગ અને હત્યાનો પ્રયાસ ગોળી મારી કર્યો હતો અને રાજસ્થાનમાં બીજેપી નેતા પાસે ૧ કરોડ ની ખંડણી સાથે અન્ય ૨ ગુના માં વોન્ટેડ આરોપી ની ધરપકડ કરાઈ છે.પુના ખાતેથી ગુનાને અંજામ આપી રાજસ્થાન ભાગી રહેલા આરોપીને બાતમી આધારે વાપી જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. દેશની જેલમાં બંધ આરોપી અને વિદેશમાં રહી કુખ્યાત આરોપીઓ આ ગેંગ ઓપરેટ કરી રહ્યા છે આ ગેંગ ના શાર્પ શૂટર ને ઝડપવા માં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.વલસાડ એસઓજીએ બિશનોઈ અને લોરેન્સ બ્રારની ગેંગના શાર્પશુટરને પિસ્તોલ અને ૫ જીવતા કાર્ટિઝ સાથે ઝડપી પાડ્યો છે. શાર્પશુટર પુનાથી રાજસ્થાન જતી વેળાએ ઝડપાયો હતો. દેશ-વિદેશથી વર્ચ્યુયલ કોલિંગના મારફતે ચાલતી ગેંગનો શાતીર શાર્પ શૂટર હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *