Gujarat

વલસાડ સીટી પોલીસમાં ફરજ પર મહિલા કોન્ટેબલનું તિથલના દરિયામાં ડૂબતા મોત

વલસાડ
વલસાડ સીટી પોલીસ મથકે મહિલા કોસ્ટબલ તરીકે ફરજ બજાવતી એક મહિલા કોન્ટેબલનું ગત મોડી રાત્રીએ તિથલના દરિયામાં ડૂબી જતા મોત થયું છે. ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને થતા સીટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જાે મેળવી આગળની તજવીજ હાથ ધરી છે. આ આત્મહત્યા છે કે અકસ્માત એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસ મથકે પૂજાબેન થોડા સમય પહેલા પોલીસ વિભાગમાં જાેડાઈ હતી. રાત્રે વલસાડના તિથલ બીચ ખાતે ડૂબી જતા મોત થયું છે. વલસાડ સીટી પોલીસની ટીમને જાણ થતાં તાત્કાલિક વલસાડના તિથલ બીચ ખાતે પહોંચી દરિયામાં ડૂબી ગયેલી પૂજબેનની લાશનો કબ્જાે મેળવ્યો હતો. તિથલ બીચથી લાશનો કબ્જાે મેળવી મહિલા ડબ્લ્યુએલઆરપીસીએ ક્યાં આપઘાત કર્યો કે અકસ્માત છે તે જાણવાના પ્રયાસો હાથ ધર્યો છે. પોલીસે પૂજાની લાશનો કબ્જાે મેળવી લાશને પીએમ માટે મોકલાવી છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *