Gujarat

વસોની પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે દમન ગુજારતાં હોવાની ફરિયાદ નોંધાવી

નડિયાદ
આણંદ જિલ્લાના આંકલાવ ખાતે રહેતી ૪૧ વર્ષીય મહિલાના લગ્ન ૧૩ વર્ષ અગાઉ વસો ગામે રહેતા શખ્સ સાથે થયા હતા. પરિણીતાને સંતાનમાં એક બાર વર્ષની દીકરી તથા એક આઠ વર્ષનો દીકરો છે. ગત ૧૨ એપ્રિલના રોજ તેણીના કુટુંબી જેઠ શશીકાંતભાઈના ઘરે દીકરાની બાધા હોવાથી જવારા વાવેલા હતા અને ૧૯ એપ્રિલે માતાજીની પલ્લી તથા ૨૦ એપ્રિલના રોજ જવારા વિસર્જનનો તથા બાબરીનો કાર્યક્રમ હતો. આ દરમિયાન પરિણીતાની દીકરી અને નણંદે જવારા માથે લીધા હોવાથી તે સમયે પરિણીતા પોતાની દીકરીના ફોટા પોતાના મોબાઈલમાં પાડતી હતી. આ દરમિયાન ત્યાં આવી ચડેલા તેના પતિએ એને ગમે તેમ બોલવા લાગ્યા હતા અને “તું ફોટા પાડતી સારી નથી લાગતી, બંધ કર આ બધું” તેમ કહી તેની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. અગાઉ પણ પીડિતાનો પતિ આડાસંબંધ હોવાની શંકા રાખીને અવારનવાર બોલાચાલી કરતો હતો. ઉપરાંત ઘર બનાવવા માટે પિયરમાંથી પૈસા લઈ આવું તેમ કહી મારઝૂડ પણ કરતો હતો. આથી પીડિતાએ સમગ્ર મામલે પોતાના સાસુને જણાવતા તેણીના સાસુ તથા નણંદ પણ પીડિતાના પતિનું ઉપરાણું લઇ મહેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. ગત ૨૧ એપ્રિલના રોજ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સાસરાયોએ પીડીતાને પહેરેલા કપડે ઘરની બહાર કાઢી મુકી હતી. આથી પીડિતાએ ન્યાય મેળવવા વસો પોલીસ મથકે પોતાના પતિ રજનીકાંત જીવણભાઈ, સાસુ ભાનુમતીબેન ઉર્ફે ભીખીબેન જીવણભાઈ(બન્ને રહે.? વસો) અને નણંદ રેશ્માબેન પ્રદીપભાઈ (રહે. નડિયાદ) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૪૯૮છ, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.ખેડા જિલ્લામાં પરિણીતાઓ ઉપર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. વસોમાં બાધામાં ફોટા પાડવા જેવી નજીવી બાબતે અને આડા સંબંધનો વહેમ રાખી પતિ, સાસુ અને નણંદે પરણીતા પર દમન ગુજારતા પીડીતાએ વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સાસરીયાના લોકો ઘર બનાવવા માટે પરિણીતા પાસે અવારનવાર નાણાંની માંગણી કરતાં હતા આથી કંટાળેલી પરિણીતાએ ન્યાય મેળવવા માટે પોલીસનો સહારો લીધો છે.

Vaso-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *