આજ રોજ છોટાઉદેપુર તાલુકાના નાની હરવાંટ દુધ ઉત્પાદક સહકારી મંડળી હરવાંટ છોટાઉદેપુરની વર્ષ ૨૦૨૧-૨૨ની વાર્ષિક સાધારણ સભા નાની હરવાંટ દુદ મંડળીના પ્રમુખ સૈયદ નાજીમુદ્દીનની અઘ્યક્ષતામાં નાની હરવાંટ ખાતે યોજાઈ. જેમાં નાની હરવાંટ દુધ મંડળીના પ્રમુખ સૈયદ નાજીમુદ્દીન સમસુદ્દીન, મંત્રી ચૌહાણ અભેસિંહ રાયસિંહ તેમજ નાની હરવાંટ, મોટી હરવાંટ, બોપા, ચોકડી અને મોટી અમરોલ ગામના મોટી સંખ્યામાં સભાસદો હાજર રહયા. આ વાર્ષિક સાધારણ સભામાં દરેક સભાસદને બોનસ ૨૧% લેખે કુલ રૂા.૨૭,૦૫,૯૧૧/- ચુકવવાનું નકકી કરેલ છે. તેમજ દુધ મંડળીમાં બીજે ગામ દુરથી દુધ ભરવા આવતા ૩૦ સભાસદને સરળ હપ્તે નાની હરવાંટ દુધ મંડળી મારફત નવી સાઈકલ આ૫વાનું નકકી કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


