Gujarat

વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે ૨૫મો વાર્ષિકોત્સવ યોજાયો

આણંદ
આણંદના વાસદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે ૨૫મો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં જીટીયુની વિવિધ સેમિસ્ટરની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ મેળવેલી ઉચ્ચ સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ ગતિવિધિઓમાં અને સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપનારી સરકારી તેમજ અન્ય સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો હતો. વાસદની એસવીઆઈટી ખાતે યોજાયેલ ૨૫મા વાર્ષિકોત્સવમાં જણાવ્યું હતું કે અત્યારે વર્લ્‌ડ લેવલે ડિજિટલ ટ્રાન્સમિશન થઇ રહ્યું છે. તેથી કરીને મલ્ટિડિસિપ્લિનરી ટેકનોલોજીને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. મલ્ટિડિસિપ્લિનરીમાં ઘણી બધી ચેલેન્જાે રહેલી છે. આવી પ્રોબ્લેમનું સોલ્યુશન આપવામાં એન્જિનિયરો સામે ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે, તેથી કરીને તેમાં નિષ્ફળ જવાની સંભાવનાઓ પણ રહી. પરંતુ આજના યુવાન એન્જિનિયરોને નિષ્ફળતાની ચિંતા કર્યા વગર પોતાના ગોલ તરફ ધ્યાન કેન્દ્રિત કરી સફળતા મેળવવા માટે પ્રયત્નશીલ રહેવું જાેઈએ. વિદ્યાર્થીઓ નવા ઇનોવેટિવ આઇડિયા ઉપર કાર્ય કરે અને તેના માટે જે પણ આર્થિક અને તકનીકી સહાયની જરૂર હશે તે એસવીઆઇટીના સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે ભાસ્કરભાઈ પટેલના હસ્તે કોલેજના અન્ડર ગેજ્યુએટમાં ઉચ્ચ સિદ્ધિ મેળવનારા ૧૬ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને અંગુર તુવેરદાળ તરફથી કાંતિભાઈ રણછોડભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. ચંદુભાઈ કાશીભાઈ પટેલની સ્મૃતિમાં સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. બાદમાં ભાવેશભાઈ પટેલ અને અજયભાઈ પટેલના હસ્તે કોલેજના પોસ્ટ ગેજ્યુએટ સ્તરે ઉચ્ચ સિદ્ધિ મેળવનાર ૯ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને લક્ષ્મી તુવેરદાળ તરફથી સ્વ. રાવજીભાઇ શનાભાઇ પટેલની સ્મૃતિમાં સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દ્વિતિય અને તૃતિય સ્થાને રહેલા વિદ્યાર્થીઓને ધી ન્યુ ઈંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ તરફથી ૪૮ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ આપવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇનોવેટિવ આઇડિયા સાથે નવા પ્રોજેક્ટ બનાવી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સુંદર દેખાવ કરનારા વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જી.ટી.યુ દ્વારા આયોજીત રમતગમતની પ્રવૃતિમાં વલ્લભવિદ્યાનગર ઝોનમાં તેમજ આંતર ઝોનલ સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરી વિજેતા અને ઉપવિજેતા રહેલા ખેલાડીઓને સંસ્થા તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈનામ વિતરણમાં જી.ટી.યુ તરફથી આંતર યુનિવર્સિટી સ્પોર્ટસ સ્પર્ધાઓમાં ભાગ લઈ એસ.વી.આઈ.ટી અને યુનિવર્સિટીમાં નામ કરનાર ૪૨ રમતવીરોને સંસ્થા તરફથી બ્લેજર અને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમારંભના મુખ્ય અતિથિ તરીકે જગદીશ શુકલા ( ડાયરેક્ટર, સવિલીંગ સિસ્ટમ લિમિટેડ વડોદરા ) તેમજ અતિથિ વિશેષ તરીકે રવિ મિત્તલ (ડાયરેક્ટર, મેન્યુફેક્ચરિંગ એમ.જી. મોટર્સ ઈન્ડિયા લિમિટેડ, વડોદરા) તેમજ સેતુલ પરીખ ( કન્ટ્રી હેડ, પીએનસી ઇન્ડિયા, વડોદરા) ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટીનાં પ્રેસીડેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. શાલીન પટેલ (જી.એસ.-સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટી) દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *