Gujarat

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ  

તા.૦૧-૧૦-૨૦૨૨થી તા.૦૮-૧૦-૨૦૨૨ દિવસ-૦૮ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં ક્માન્ડીંગ સેનાપતિશ્રી રા.અ.પો. દળ જૂથ-૧૭, ચેલા, જામનગર દ્વારા ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *