Gujarat

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અવસર‌ છે લોકશાહીનો

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કંટ્રોલરૂમમાં ફરજ બજાવનારા અધિકારીશ્રી- કર્મચારીશ્રીઓની તાલીમ યોજાઇ
મીડિયા મોનીટરીંગ, કોલ સેન્ટર, ઓનલાઈન ફરિયાદ નિવારણ અંગે તાલીમ માર્ગદર્શન
—-
અમરેલી, તા.૦૧ નવેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર કચેરી સ્થિત કંટ્રોલ રુમ ખાતે ફરજ બજાવનારા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને જરુરી તાલીમ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા સમીક્ષા કરી જરૂરી સૂચના આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી કંટ્રોલ ‌રુમ ખાતે વિધાનસભા ચૂંટણી દરમિયાન, ઓનલાઈન ફરિયાદ નિવારણ, આદર્શ આચાર સંહિતા ભંગ, મીડિયા મોનીટરીંગ સહિતની કામગીરી ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક શરુ રહે છે. આ કામગીરી દરમિયાન કરવામાં આવનાર પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કંટ્રોલ ‌રુમ‌ ખાતે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પટણીએ સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર-વ-ચૂંટણી અધિકારીશ્રી દ્વારા વિવિધ પાસાઓની સમગ્રયતા ચકાસી  સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ,    જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને વિવિધ સમિતિના અધિકારી – કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
                                                                    રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221101-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *