જેતલસર પંથકની યુવતિને ડ્રેસનાં ધંધાના બહાને બોલાવીને ધર્મેશ વધાસીયાએ દુષ્કર્મ આચર્યુ
તાલુકાના જેતલસર પંથકની યુવતિને શહેરના શખ્સે ડ્રેસના ધંધાના બહાને વિરપુર બોલાવી હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજારી જો આ બાબતે કોઇને કહેશે તો મારી નાખશે તેવી ધમકી આપ્યાની ફરીયાદ પીડીતાએ વિરપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતલસર જંકશન ગામે પિયર રહેતી ત્યકતાએ ડ્રેસનો ધંધો કરવા માટે પોતાની બહેનપણીનો સંપર્ક કરતા તેણીએ જેતપુરના વેપારી ધર્મેશ જીવરાજભાઇ વઘાસીયાનો સંપર્ક કરાવ્યો હતો.ધર્મેશ વઘાસીયાએ ત્યકતાને વિરપુરના ગેસ્ટ હાઉસમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. પિડીતાને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળે છે.આરોપીએ બળાત્કાર ગુજારી અને જો આ વાત કોઇને કહેશે તો મારી નાખીશ તેવી ધમકી આપતા પીડીતાએ આ અંગેની ફરીયાદ વિરપુર પોલીસમાં નોંધાવતા પોલીસે ધર્મેશ વિરૂધ્ધ આઇપીએસ ૩૭૬, પ૦૬ (ર) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ ગોંડલ મહિલા પીએસઆઇ એમ.ડી. મકવાણાએ હાથ ધરી છે.
હરેશ ભાલીયા જેતપુર
