ગિરગઢડા
ભરત ગંગદેવ..
પૃથ્વી ખુંદો તો મળશે બધે ગુજરાતી,
ગર્વ થી શિખરે શોભે સઘળે ગુજરાતી. આવા જ ગૌરવંતા વિશ્વ ગુજરાતી સમાજ ના યુવા સંગઠન ની યુથ વિંગ ના રાષ્ટ્રીય કો કન્વીનર તરીકે નિમણૂક પામતા જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા ના પુત્ર અને નોબલ કોલેજ ના ટ્રસ્ટી તેમજ ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર એવા પાર્થ કોટેચાની કર્મ કલગીમાં એક વધુ પદનિસ્ઠ કર્મ ઉમેરાયેલ છે.
વર્ષ ૧૯૮૯ થી અર્થાત છેલ્લા 33 વર્ષથી કાર્યરત વિશ્વના 125થી વધારે દેશોમાં ટૂંકમાં કહીએ તો વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતી બંધુઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન યુથ વિંગ ના રાષ્ટ્રીય કો કન્વીનર બનવા બદલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ ના ટ્રસ્ટી અને જાણીતા મોટીવેશન સ્પીકર પાર્થ કોટેચા ને સમગ્ર ગુજરાતી સમાજ તરફથી અભિનંદન તેમજ શુભેચ્છા.મળી રહી છે..
હિતેશભાઈ કંટારીયા ની યાદીમાં જણાવાયું.


