Gujarat

વિશ્વ પશુ ચિકિત્સક દિવસ

    ગિરગઢડા ત
    ભરત ગંગદેવ..
દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે, વિશ્વ પશુ ચિકિત્સક દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વ ભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતા પશુ પક્ષીઓ ના જીવન બચાવ કાર્ય ને પણ  સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ૩૦મી એપ્રિલ ૨૦૨૨ ના રોજ જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં કાર્યરત તમામ પશુ ચિકિત્સકો દ્વારા ઉજવણી કરવામાં આવેલ છે જે અંતર્ગત વિવિધ સંગોષ્ટિ, તાલિમ, રસીકરણ જેવા વિવિધ પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે.
ગુજરાત સરકાર અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંયુક્ત ઉપક્રમે  ૬ ઓકટોબર’૨૦૧૭ ના રોજ ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અને ૨૨ જૂન ૨૦૨૦ ના રોજ દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના ની સેવા શરૂઆત કરવામાં આવેલ છે. હાલમાં ૩૭ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે સવારના ૮ થી રાતના ૮ વાગ્યા સુધી કાર્યરત હોય છે અને શહેર અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે અસહારા પશુઓ ને સેવા પૂરી પાડે છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વિવિધ મેડિકલ સાધનો દ્વારા સુસજ્જ હોય છે જેમાં નાની મોટી સર્જરી પણ કરી શકાય છે. જેવી રીતે આકસ્મિક સંજોગોમાં લોકોને 108 એમ્બ્યુલન્સ ની સેવા મળી રહે છે તેવીજ રીતે પશુઓ માટે પણ આકસ્મિક સંજોગો સર્જાય ત્યારે ઈમરજન્સી સેવા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે નિ: શુલ્ક ૧૯૬૨સેવા શરૂ કરી છે જે અંતર્ગત આખા ગુજરાત માં ૭,૪૯,૪૭૦ ઈમરજન્સી કોલ મળેલ છે તેમાથી ૪,૦૬,૨૨૮ એમ્બ્યુલન્સ ડિસ્પેચ કરવામાં આવેલ છે જેમાં સૌથી વધારે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વેરાવળ ૧૯૬૨ થકી ૮૨૬૫ અનાથ અને અબોલ પશુઓ ની સારવાર કરવામાં આવેલ છે જેમાં સૌથી વધારે ૪૯૫૯ રખડતા કુતરાઓ ને સારવાર આપી પીડામાંથી મુક્ત કરેલ છે.
  ગુજરાત સરકાર જીવદયા અને કરુણા ને વરેલી છે એના પગલે મૂંગા જીવોના જીવન રક્ષણ માટે વ્યાપક કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે જેના ભાગ રૂપે રાજ્ય ના પશુ પાલન વિભાગ મુખ્યમંત્રીશ્રી ના માર્ગદર્શન હેઠળ ૨૦૨૨ માં ઉત્તરાયણ સમયે કરુણા અભિયાન હાથ ધરવામાં આવેલ જેમાં ૮૮ જેટલી એમ્બ્યુલન્સ નો સ્ટાફ ખડેપગે કાર્યરત રહેલ અને ૯૮૦૦ થી પણ વધુ એનિમલ ઈમરજન્સી ને પ્રતિસાદ આપેલ છે.
રાજ્ય સરકારે ૨૨ જૂન ૨૦૨૦ ના રોજ દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના ની શરૂઆત કરેલી જે અત્યારે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય માં ૪૬૦ દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના ની એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે જે અંદાજિત ૫૨૯૧ ગામડાઓ માં સેવા આપે છે જેને 10 MVD તરીકે ઓળખવામાં આવે છે. દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના તરીકે દરરોજ જુદા જુદા ગામો માં નિશ્ચિત સમયે જાય છે અને દરેક ગામ માં ઊભા રહીને ગામના પશુ ધન ને સારવાર આપે છે એટલુજ નહીં ઈમરજન્સી ના સંજોગો માં કોઈ પણ સ્થળે દોડી જઈ ઈમરજન્સી સેવા પણ આપે છે જેના કારણે અત્યારસુધી માલધારીઓ ને પશુઓ ની સારવાર માટે જે દોડાદોડી કરવી પડતી હતી અને તગડો ખર્ચ કરવો પડતો હતો તેમાથી મુક્તિ મળી છે તેમજ ગાય, ભેંસ,ઘેટા, બકરા જેવા પાલતુ પ્રાણી જ નહીં પરંતુ શેરી માં રખડતા કુતરા કે અન્ય રેઢિયાર ઢોર તથા વન્ય પ્રાણીઓની પણ આ સેવા દ્વારા સારવાર કરાઇ રહી છે.આ સેવા અંતર્ગત અત્યાર સુધીમાં ૧,૪૦,૫૨૫ એનિમલ ને ઈમરજન્સી માં સારવાર આપવામાં આવેલ છે તેમજ શિડ્યુલ કેસ માં ગામમાં જઈને, ઘરે જઈને, વાડીએ જઈને, ખેતરે જઈને, તબેલામાં જઈને ૨૭,૯૭,૧૫૮ પશુધન ને સારવાર આપવામાં આવેલ છે.
 અત્યાર સુધીમાં ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના ની એમ્બ્યુલન્સ સર્વિસ માં ૨૯,૩૭,૬૮૩ પશુધન ને સારવાર આપેલ છે જેમાં ૭૧,૦૦૦ ની આજુબાજુ સર્જરી કરીને અબોલા જીવ ને નવજીવન આપેલ છે તેમજ ૩૭,૬૮૪ પશુઓની સલામત રીતે પ્રસૂતિ કરાવેલ છે.
 અનિષ રાચ્છ સોશ્યલ એકટીવિસ્ટ વેરાવળ દ્રારા ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તથા દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનામાં કામ કરતાં અધીકારીઓ,  પશુ ચિકિત્સક અધિકારીઓ ને વર્લ્ડ વેટરીનરી દિવસ ની હાર્દિક શુભકામનાઓ તેમજ વેટરીનરી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ સરકારી અધિકારીઓ ને પણ જી.વી.કે ઈ.એમ.આર.આઈ ને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
આ તકે આવનાર દિવસો માં આ પ્રોજેકટ ને ઊંચાઈએ લઈ જવામાં તેમજ ડેવલપમેંટના કામો માં વેટરિનરીઅનને મુખ્ય પાયાની પૂંજી તરીકે જોવામાં આવે છે કે જેઓ તેમના કાર્યક્ષેત્રમાં આ સંસ્થાની સેવાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને અબોલા જીવો ને બચાવવાનું કામ કરે છે.
જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થાના સીઓઓ  જશવંત પ્રજાપતિ દ્વારા પણ આ દિવસ નિમિતે સ્વસ્થ પશુપાલન માટે નિયમિત જરૂરી પશુ ચિકિત્સા અને અસામાન્ય સ્થિતિ માં પણ પશુઓ ને ૧૯૬૨ તથા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા નિરંતર સેવા આપતા જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. તથા ગુજરાત સરકાર ના તમામપશુ ચિકિત્સકોને  શુભકામનાઓ પાઠવી છે.
Attachments area

IMG-20220430-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *