મહેસાણા
મહેસાણાના વિસનગરમાં થી એક શર્મનાક ઘટના સામે આવી છે જેમાં એક અભ્યાસ કરતી ૨૨ વર્ષીય યુવતીને વેપારીએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૧૫ વખત દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની જાણ યુવતીએ પોતાના માતા પિતાને કરતા હાલમાં યુવતીએ વિસનગર શહેર પોલીસ મથકમાં વેપારી ચૌધરી વિપુલ ફુલજી ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં યુવતીએ વિસનગર શહેર પોલીસ મથકમાં ચૌધરી વિપુલભાઈ ફુલજીભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૬ (૨) અને ૫૦૬ (૨) થતા આઇટી એકટ ૨૦૦૮ કલમ ૬૬ (ઇ) ૬૭ (એ) મુજબ ફરિયાદ નોંધાવી છે. વિસનગર શહેરની અભ્યાસ કરતી ૨૨ વર્ષીય એક યુવતીને વિસનગરના રેહવાસી ચૌધરી વિપુલભાઇ ફુલજી ભાઈ નામના વેપારીએ ત્રણેક વર્ષ અગાઉ યુવતીના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ યુવતી સાથે ફોન પર વાતચીત ચાલુ કરી હતી. બાદમાં પીડિત યુવતીને આરોપી વિપુલ ચૌધરી વિસનગર ખાતે આવેલ ગંજ બજારમાં આવેલ પેઢીના ગોડાઉનમાં લઈ જઈ યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. જાેકે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન આરોપી વિપુલે યુવતીના મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી પીડિત યુવતીના નગ્ન ફોટો વીડિયો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર યુવતી સાથે દુષ્કર્મ આચારતો હતો. તેમજ ત્રણ વર્ષ દરમિયાન આરોપીએ યુવતીને બ્લેક મેલ કરી પોતાની પેઢીના ગોડાઉનમાં ૧૫ વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.
