સુરેન્દ્રનગર
દસાડા-શંખેશ્વર રોડ ઉપર પદયાત્રીઓ માટે બનાવવામાં આવેલી પગદંડી, અને રોડ વચ્ચે ખાઈ હોવાથી અવારનવાર વાહનો પલટી મારી રહ્યાની ઘટનાઓ બની રહી છે. ત્યારે આ હાઇવે પર પુરઝડપે આવી રહેલો એક આઈસર ટ્રક ખાઈમાં પલટી ગયો હતો. હાઈવે પર વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીજીઓ અને પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે દસાડા-શંખેશ્વર રોડ ઉપર પગદંડી બનાવી છે. અહીં પગદંડી અને રોડ વચ્ચે થોડી જગ્યા રાખવામાં આવે છે. જે ખાઈ (ખાડો) બનતો જાય છે. જેને લઈ રોડ ઉપરથી પસાર થતા વાહનો અવારનવાર આ ખાઈમાં પલટી મારી જાય છે. હાઇવે પર પુરઝડપે આવી રહેલા આઈશર ટ્રક નંબર- જીજે-૨૩-ડબ્લ્યુ-૫૨૪૧ પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. તાજેતરમાં આવો અકસ્માતનો આ ત્રીજાે બનાવ હોવાનું જાણવા મળે છે. આ હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકોના કહેવા મુજબ રોડ અને પગદંડી વચ્ચે ખાઈમાં અકસ્માતો અટકાવવા માટે રોડની સાઈડમાં આડશો મુકવી જાેઈએ. જેથી વાહન ચાલકોને ખાઈનો ખ્યાલ આવે અને પગદંડી સુરક્ષીત રહે. આ અંગે વહેલી તકે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકોની માંગણી છે.
