Gujarat

શાપર-વેરાવળ માં છેલ્લા બે દિવસ થી ધીમીધારે વરસાદ વરસતા પાકો ને મળ્યું જીવનદાન

રાજ્ય ભર માં અતિ ભારે વરસાદ ની આગાહી વચ્ચે કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ માં 17 જૂન થી છૂટો છવાયો વરસાદ અવિરત વરસ્યો છે.દિવસ ભર માં હળવા અને ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેતા હોય છે.જેમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખેતીવાડી કામગીરી માં જોતરાયા હતા પણ લાસ્ટ ઘણા દિવસ બાદ બે દિવસ થી મેધ મહેર થતા ખેડૂતો માં આનંદ ની લાગણી છવાય છે. અહીંયા મોટા ભાગે કપાસ અને મગફળી નું વાવેતર થતું જોવા મળે છે.જેમાં શાપર ના  ખેડૂત અશ્વિનભાઈ ગઢીયા એ જનતા કી જાણકારી ચેનલ ને જણાવ્યું હતું કે આજુબાજુ વિસ્તારો કરતા શાપર-વેરાવળ માં નબળી પરિસ્થિતિ હતી પણ હાલ દિવસ થી અવિરત વરસાદી ઝાંપતા વરસતા હોવાથી પાકો ને પણ જીવનદાન મળ્યું છે. સાથે જો 15 દિવસ વરસાદ નહિ વર્ષતો હોત તો ઉભા પાકને પણ નુકસાન થવાની ભીતિ છેવાય રહી હતી.હાલ ધીમીધારે દરરોજ હળવા ઝાપટા વર્ષતા ખેડૂતો ના પાકો ને જીવનદાન મળ્યું છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1657291958536.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *