Gujarat

ઊનાના ખડા ગામેથી દીપડો પાંજરે પુરાયો, જરગલી, ઉમેજમાં સિંહે પશુંના મારણ કર્યા..

જરગલી ગામમાં છેલ્લા આઠ દિવસથી સિંહે ૫ પશુના મારણ કર્યા.

ઊના – ગીર જંગલના વન્યપ્રાણી રેવન્યુ વિસ્તારમાં અવાર નવાર આવી ચડતા હોય છે. અને ગ્રામ્ય વિસ્તારમાં સહેલાયથી શિકાર મળી રહેતો હોય જેથી અવાર નવાર ગામમાં ઘુસી જઇ મુંગા પશુંઓના મારણ કરી મિજબાની માણતા હોય છે. ત્યારે ઉનાના ખડા ગામે રહેતા મોહનભાઇ અરજણભાઇ બાંભણીયાના રહેણાંક મકાન પાસે છેલ્લા થોડા દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. તેથી આ બાબતની જાણ ગામના સરપંચ જીવાભાઇ બાંભણીયાએ વનવિભાગને કરી હતી. આથી વનવિભાગ દ્રારા રહેણાંક વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દીધેલ હતું. અને વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ દીપડો પાંજરામાં કેદ થઇ જતાં આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ ઉમેજમાં વિર શહીદ અલ્લારખા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સિંહે રેઢીયાળ ગામનું મારણ કરી મિજબાની માણી હોય આ ઉપરાંત ગીરગઢડાના જરગલી ગામ ફરી આજે પણ સિંહે વાછરડાનું મારણ કર્યુ હતું. જોકે જરગલી ગામમાં છેલ્લા આઠેક દિવસથી ગામમાં સિંહે આવી જઇ પાંચ જેટલા પશુઓના મારણ કર્યા હોય આમ સિંહ વારંવાર ગામમાં ઘુસી પશુંના મારણથી કરી ચાલ્યા જતાં હોવાથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો.

ઊનાના-ખડા-ગામેથી-દીપડો-પાંજરે-પુરાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *