રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકામાં આવેલ શ્રી પીઠેશ્વરી વિધામંદિર પીઠાઈ ખાતે ધોરણ ૧૦અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો આ પ્રસંગે શાળાના મંત્રી મંગલસિંહ ડાભી ઉપપ્રમુખ જુવાનસિંહ પરમાર પીઠાઇ ગ્રામ પંચાયતના સરપંચ શસતીષભાઇ પટેલ નિવૃત્ત આચાર્ય તેમજ કારોબારી સભ્ય રમણભાઈ ડાભી, કારોબારી સભ્ય તેમજ ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ તેમજ મહેમદાવાદ તાલુકાના પ્રભારી ગોવિંદભાઈ શર્મા કારોબારી સભ્ય નરેન્દ્રભાઇ પટેલ, હિતેશભાઈ શાહ, પ્રા.શાળાના શિક્ષિકા યોગીનાબેન શાહે તમામ વિદ્યાર્થીઓને ભોજન માટે વ્યવસ્થા કરી હતી. આ પ્રસંગે રમણભાઈ ડાભીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અધ્યક્ષે બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આચાર્ય જી. જે. પ્રજાપતિએ બાળકોને એસ.એસ.સી.પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ ચૌધરીએ તેમજ આભર વિધી બી. ડી. ડાભીએ કરી હતી.


