ગિરગઢડા
ભરત ગંગદેવ.
વેરાવળ અને આસપાસના વિસ્તારમાં રહેતા દરેક સમાજ અને જ્ઞાતિના વિદ્યાર્થીઓ ને ઉપયોગી થાય તેવા ઉદ્દેશ સાથે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારનું આયોજન શ્રી હાલાઈ લોહાણા મહાજન વેરાવળ ના ઉપક્રમે કરવામાં આવ્યું છે.
આ તકે શ્રી લોહાણા મહાજન વેરાવળના આયોજકો દ્વારા આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુમાં વધુ ભાગ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
આ સેમિનારમાં ધોરણ ૧૦ પછીના ઉપયોગી અભ્યાસક્રમોની માહિતી તેમજ સફળ કાર્તિકી ના નવા રસ્તાઓ કયા કયા તેની માહિતી અને સાથે આવનારા વર્ષોમાં ધોરણ 10 પછી ક્યાં ક્ષેત્રમાં પ્રવેશ મેળવવો જોઈએ જે અંગેની માહિતી તેમજ કોરોના મહામારી પછી બાળકો અને વિદ્યાર્થીઓની મોનોસ્થિતિ સુધારવાના ઉપાયો અંગે તજજ્ઞો દ્વારા ઉંડાણપૂર્વક નિશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારના માં રાજકોટથી રોનક રાવલ સર તથા અજુઁન સર વિગતવાર માર્ગદર્શન તેમજ વિસ્તૃત માહિતી આપશે સમગ્ર આયોજન ના અધ્યક્ષ સ્થાને વિક્રમભાઈ વિ તન્ના (પ્રમુખ), મુકેશભાઈ આર. રુપારેલીયા (ઉપપ્રમુખ) શ્રી લોહાણા મહાજન વેરાવળ તથા કારોબારી સમિતી ના સભ્યો ઉપસ્થિત રહેનાર હોય તેમજ વિશેષ ઉપસ્થિતિ આદરણીય વડીલ મુરબ્બી ડોક્ટર આર જી સાહેબ તથા ઝવેરીભાઈ ઠકરાર (પ્રદેશ મહામંત્રી ભાજપ) નિ વિશેષ ઉપસ્થિત મા યોજાશે..
તારીખ :- 15/05/ 2022ને રવિવાર
સમય. :- સાંજે 5 કલાકે
સ્થળ. :- શ્રી લોહાણા મહાજન વાડી, સટ્ટા બજાર, વેરાવળ,જીલ્લો ગીરસોમનાથ
*નોંધ સેમિનારમાં આવનાર ઇચ્છુક વિદ્યાર્થીઓ તથા વાલીઓએ મોબાઇલ નંબર 90999 68952 પર પોતાનું નામ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું તેવું અનિષ રાચ્છ નિ અખબારી યાદીમાં જણાવાયું છે*
