Gujarat

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે ઇકો ક્લબ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રકૃતિની ગોદમાં આવેલ શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે આજ રોજ શાળામાં ચાલતી ઇકો કલબ દ્વારા વૃક્ષારોપણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ગ્રામજનો અને વટેમાર્ગુ માં વૃક્ષારોપણ અંગેની જાગૃતિ આવે અને લોકો પર્યાવરણ ની જાળવણી માટે વૃક્ષો નું મહત્વ સમજે તે માટે શાળાના સુકાની શાહિદ શેખ ના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ના કનવિનર શ્રીમતિ ઊર્મિલાબેન રાઠોડ ના  નેતૃત્વ માં  મુખ્ય માર્ગ ઉપર વૃક્ષનું મહત્તા દર્શાવતા બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ શાળા પરિસરમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર દ્વારા કુલ 500 વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું હતું. જેમાં 250 લીમડા,100 આસોપાલવ, 50 સરગવો, 50 ગુલમહોર, 10 વડ , 10 પીપળા 30 શરૂ નું વાવેતર કરી દરેક વૃક્ષના ઉછેરની જવાબદારી શિક્ષક તથા વિદ્યાર્થીઓને સોંપવામાં આવી. વૃક્ષારોપણ ની કામગીરી પૂર્ણ કરી શાળાના સુકાની એ ઉપસ્થિત તમામને જીવનમાં વૃક્ષો ની ઉપયોગીતા અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો ની મહત્તા નો ખ્યાલ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન તેમજ સંચાલન ઇકો ક્લબ કનવિનર શ્રીમતિ ઊર્મિલાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220804-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *