પાટણ
રાજસ્થાનનાં પુસંદ-બાડમેરનાં રમેશકુમાર દેવારામ ભીલ તેમનાં કન્ક્ટર વિષ્ણુભાઇ બંને જણા તેમનું ટેન્કર નં. (ય્ત્ન-૧૨-મ્-૯૮૭૩)કંડલાથી ગાંધીધામ થઇને કાશ્મીરનાં કછુઆ ગામે જવા નિકળ્યા હતા. સાંતલપુરનો પુલ પસાર કરીને ગાડીને રોડ સાઈડે લઇ જતાં હતા ત્યારે એક સ્કોર્પિયો ગાડીએ ટેન્કરને ખાલી સાઇડે પાછળથી ટક્કર મારતાં ટેન્કરને નુકશાન થતાં તેમાં ભરેલું ૬ ટન જેટલું રૂ. ૬ લાખનું કેમિકલ ઢોળાઇ ગયું હતું. જે અંગે તેમણે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.પાટણના સાંતલપુર નેશનલ હાઇવે ઉપર એક ટેન્કરને એક સ્કોર્પિયો ગાડીએ પાછળથી ટક્કર મારતાં ગાડીને નુકશાન થયું હતું. તથા ટેન્કરમાં ભરેલા રૂ. ૬ લાખની કિંમતનું ૬ ટન જેટલું કેમિકલ ઢોળાઇ ગયું હતું.


