સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર દક્ષ પ્રજાપતિ યુવક મંડળ દ્રારા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ સાવરકુંડલા શહેરનાં સંતો મહંતો, પૂ. ઉષામૈયા અને સામાજિક રાજકીય અગ્રણીઓ અને પ્રકૃતિપ્રેમીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ કાર્યક્રમનુઃ દિપ પ્રાગટ્ય પ. પૂ. ઉષામૈયા શીવદરબાર આશ્રમ કાનાતળાવ, ભક્તિરામ બાપુ માનવમંદિર હાથસણી, નારાયણ સ્વામી કબીર ટેકરી, ડી. કે. પટેલ પૂર્વ પ્રમુખ ન. પા. સાવરકુંડલા અને દક્ષ પ્રજાપતિ યુવકમંડળના દરેક સદસ્યો દ્રારા કરવામાં આવેલ. આ તકે ખુબ મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત હતા. આ પ્રસંગમાં ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી, પ્રવિણભાઈ કોટીલા, મેરાભાઈ મેર, બળવંતભાઈ મહેતા, પાંધીસર તેમજ પ્રકૃતિ પ્રેમી ઉપસ્થિત હતા. આ તકે સંતો મહંતોના વરદ હસ્તે પાણીના કુંડા અને ચકલીના માળા વિતરણ કરવામાં આવેલ હતાં..
Attachments area


