Gujarat

સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા શ્રી કરજાળા પ્રાથમિક શાળાની મુલાકાતે  અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા) સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા શ્રી કરજાળા પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા હતા.તેઓશ્રીએ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો સાથે શૈક્ષણિક સંવાદ યોજ્યો હતો. શ્રી વિપુલભાઈએ શિક્ષણ બાબતે વાલીઓને જાગૃત થવું,  સજીવ ખેતી તેમજ આગામી સમયથી અભ્યાસમાં ભગવત ગીતાનો સમાવેશ જેવા મુદ્દાઓનો ગ્રામજનો સાથે સંવાદ કરીને પ્રેરક સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ અને ગામના પદાધિકારીઓ તેમજ પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા. શાળાના પ્રિન્સીપાલ શ્રી મુકેશભાઈ કથીરિયાના માર્ગદર્શન નીચે શાળાના શિક્ષક ગણ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

IMG-20220327-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *