Gujarat

સાવરકુંડલા તાલુકાના ખોબા જેવડા ગામ ભુવામાં વૃક્ષોનું જતન ખૂબ પ્રેમથી થતું જોવા મળ્યું.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો આપણી ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોને પણ પૂજનીય ગણવામાં આવે છે. વળી વડલો, પીપળો, લીંમડા જેવાં વૃક્ષો તો ઔષધીય ગુણો પણ ધરાવતાં હોય છે. ધીમે ધીમે વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે આ ભુવા ગામમાં વૃક્ષોનું જતન અને માવજત ખૂબ કાળજી રાખી કરવામાં આવે છે. તેનાં અનુસંધાને  ભુવા ગામે ભુવા વિકાસ ગ્રુપ દ્વારા  દાતા શ્રી જયસુખભાઇ રાઠોડ તથા ભરતભાઈ દાદરેચાના આર્થિક સહયોગથી વૃક્ષોને ગેરૂ તથા ચૂનો લગાડવાની કામગીરી કરવામાં આવી હતી. આમ વૃક્ષો વાવો અને તેનું પ્રેમથી જતન કરો એવો સંદેશો આ ભુવા ગામનાં નાગરિકો દ્વારા જગતને આપવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે.

IMG-20220101-WA0126.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *