Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલી કન્યા કેળવણી માટે સમર્પિત અભિગમ ધરાવતી સરકારી પ્રાથમિક કન્યાશાળા પે સેન્ટર શાળા નંબર બે માં અંગ્રેજી વર્ષનાં અંતે વિવિધ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આ તકે જીવન કૌશલ્ય જીવન જીવવાની કળા ખાસકરીને કન્યાઓમાં એ સુષુપ્ત કૌશલ્યો કેળવાય અને એકબીજાને પ્રેરણા મળે તે હેતુથી સુંદર કોશલ્ય દર્શનનું આયોજન કરવામાં આવેલ આ નિમિત્તે સુંદર મજાનું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વિવિધ કૌશલ્યોને ઉજાગર કરવાનુ ગિજુભાઈ બધેકા મૂછાળી મા, ના શિક્ષણનો સુવિચાર જ્ઞાન સાથે ગમ્મત,થ્રી એચ, હાથ, હૈયું, અને મસ્તકનાં સમન્વયવાળો બાળકોનો વાલો બલમેલો અને જીવન કૌશલ્ય વિકાસ મેળાનું આજે વર્ષ ૨૦૨૧ ના સમાપન ના દિવસે ૩૧ ડીસેમ્બરનાં રોજ શ્રી બ્રાંચ શાળા નંબર ૨ કન્યા શાળામાં કરવામાં આવ્યું હતું. ગિજુભાઈશ્રીના કહેવા  મૂજબ બાળક ને જે કાર્ય આનંદથી કરાવવામાં આવશે તે તેને સહેલાઈથી અને આખી જીંદગી યાદ રહેશે અને તેથીજ બાળમેળા, જીવન કૌશલ્ય વિકાસ મેળા નું આયોજન કરવામાં આવે છે. ધોરણ ૧ થી ૫ માં માટીના રમકડાં બનાવવાં, કાગળ કામ, રંગપૂરણી, ચિટક કામ, છાપકામ, હાથનાં પંજાની છાપ, માંથી ચિત્રો, કોલાજ,એકપાત્રી અભિનય, વગેરે જેવી પ્રવુતિ કરવામાં આવી હતી. અને ધોરણ ૬ થી ૮ ની દિકરીઓએ , વર્ગ સુશોભન, મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા,હેર સ્ટાઇલ સ્પર્ધા, સંસ્કૃત ભાષામાં નાટક, કટલેરી સ્ટોલ, નાસ્તા કેન્ટિંન, પરિસંવાદ, સ્ટૂલનો ઉપયોગ કરીને ફ્યુજ બાંધવો કૂકર, મિક્ષર, ઈસ્ત્રી, ખોલી ને રીપેરીંગ, નળ રીપેરીંગ, સાયકલ ટાયરપંચર રીપેરીંગ, શીખ્યા હતા, તમામ વિભાગ માટે માર્ગદર્શન દરેક શિક્ષકશ્રીઓએ કન્યાઓને આપેલ હતું. વર્ગ સુશોભન દિવ્યક્લાબેન, કેન્ટિંન, કટલરી સ્ટોલ, નાસ્તાસ્ટોલ  પ્રજ્ઞાબેન, મહેંદી સ્પર્ધા ,હેર સ્ટાઇલ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વગેરેમાં હર્ષાબેન ચૌહાણ, રેખાબેન,
દિવ્યાબેન ,પ્રજ્ઞાબેન, માર્ગદર્શન હેઠળ કાર્ય થયું. સ્ટૂલનો ઉપયોગ કરવામાં સંદીપભાઈ, રમેશભાઇ, ધોરણ ૧ થી ૫ માં રંગપૂરણી, માટીકામ, કલરકામ, કાગળ કામ, વેશભૂષા માટે માર્ગદર્શન ભારતીબેન,હંસાબેન વિંઝુડા,શર્મિલાબેન, અરૂણાબેન, કાજલ બેન, હસુભાઈ રહેલા સમગ્ર કાર્યક્ર્મ નિર્ણાયક  તરીકે,ભારતીબેન રાઠોડ,સ્વાતિબેન , બિપીનભાઈ પાંધી એ કરેલું   ધોરણ એક થી આઠ ની દિકરીઓએ હોશભેર તમામ પ્રવૃતિઓમાં  ભાગલીધો હતો. આમ વર્ષનો અંતિમ દિવસ સૌને યાદગાર રહે તે રીતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.

IMG-20211231-WA0151.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *